ગીર-સોમનાથ જિલ્લાકક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની વેરાવળ ખાતે ઉજવણી કરાઇ

ગીર-સોમનાથ જિલ્લાકક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની વેરાવળ ખાતે ઉજવણી કરાઇ

કલેકટરશ્રી રાજેદવસિંહ ગોહીલ હસ્તે ધ્વજવંદન

------------------

મહાનુભાવોનાં હસ્તે કોરોના વોરિર્યસનું સન્માન કરાયુ

      


✍️ નરેન્દ્રભાઈ દવે

  ગીર-સોમનાથ તા. -૧૫, દેશનાં ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી વેરાવળ ખાતે મણીબેન કોટક હાઇસ્કુલ પાછળ ક્રીકેટ ગ્રાઉન્ડમાં થઇ હતી. જિલ્લા કલેકટરશ્રી રાજદેવસિંહ ગોહીલે તિરંગાને સલામી આપી હતી. કલેકટરશ્રીએ ધ્વજવંદન બાદ પરેડનું નિરિક્ષણ કર્યું હતું. તે વેળાએ તેમની સાથે જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ ત્રિપાઠી અને પ્લાટુન કમાન્ડર જોડાયા હતા.


        આ પ્રસંગે કલેકટરશ્રીએ આજના રાષ્ટ્રીય પર્વ નિમિતે ગીર સોમનાથ જિલ્લા વાસીઓને શુભકામના પાઠવી હતી. આજનો દિવસ દેશ પ્રેમનો દિવસ છે. ભારત માતાને કોટી કોટી વંદન કરીને કલેકટરશ્રીએ દેશની આઝાદી માટે યોગદાન અને બલિદાન આપનાર સૈાને વંદન કરી ગુજરાતનાં સપુત વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધી અને અખંડ ભારતનાં શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઇ પટેલનું જીવન આપણને પ્રેરણા આપે છે. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે કોરોના વાયરસની મહામારીમા જીવના જોખમે ફરજ બજાવનાર આરોગ્ય વિભાગના તબીબો, કર્મચારીઓ અને પોલીસ વિભાગના જવાનો અને વહીવટી તંત્રના કર્મયોગી કોરોના વોરિર્યસને સન્માન પત્ર એનાયત કરી બહુમાન કરાયું હતું તેમજ વૃક્ષારોપણ કર્યું હતું. સરકારશ્રીની કોવિડ-૧૯ની ગાઈડ લાઈન મુબજ ગીર સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.


        તોકતે વાવાઝોડા અંતર્ગત સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીશ્રીઓને સન્માન પત્ર આપી સન્માન કલેકટરશ્રી અને મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કોરોના કાળમાં દાતાશ્રીઓ અને કોરોના વોરીયર્સને પણ આ પ્રસંગે સન્માનિત કરાયા હતા.

    આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી જશાભાઇ બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા, નગરપાલીકાના પ્રમુખશ્રી પીયુશભાઇ ફોફંડી, નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીશ્રી એસ.જે.ખાચર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર ખતાલે, અધિક કલેકટરશ્રી ભાવેશ લિંબાસીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પલ્લવી બારૈયા, નાયબ કલેકટરશ્રી ભાવનાબા ઝાલા, મામલતદારશ્રી કલસરીયા સહિત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શિક્ષક નિમાવતે કર્યું હતું.    

     


#gujaratnivacha


🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳


Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

આઈડિયા ફોર ધ વિઝન વિકસિત ભારત @૨૦૪૭ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ