આરોગ્ય સુખાકારી કાર્યક્રમની થયેલી ઉજવણી

આરોગ્ય સુખાકારી કાર્યક્રમની થયેલી ઉજવણી

 ભરૂચ ખાતે વિકાસ દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા 

આરોગ્ય સુખાકારી કાર્યક્રમની થયેલી ઉજવણી  

  

🔸જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતીજી અલ્પાબેન પટેલનાં અધ્યક્ષસ્થાને તથા ધારાસભ્યો સર્વશ્રી દુષ્યંતભાઈ પટેલ, અરૂણસિંહ રણાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો 

  

🔸કોરોના વોરીયર્સ, ૧૦૦ ટકા રસીકરણ થયેલ ગામોનાં સરપંચશ્રીઓ, પીએસએ પ્લાન્ટ તથા, ઓક્સિજન કોન્સન્ટ્રેટરના દાતાઓનું મહાનુભાવોનાં હસ્તે સન્માન કરાયું 

  

🔸કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ 

 

🔸સેવાશ્રમ હોસ્પિટલ ભરૂચ ખાતે બિરલા સેન્ચ્યુરી ઝઘડીયા નાં સથવારે તૈયાર થયેલ ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી. 

મોડિયાના વરદહસ્તે લોકાર્પણ થયું


✍️મનિષ કંસારા   

ભરૂચઃ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજીત વિકાસ દિવસ નિમિત્તે આરોગ્ય સુખાકારી કાર્યક્રમની ઉજવણી કાર્યક્રમ જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતીજી અલ્પાબેન પટેલનાં અધ્યક્ષસ્થાને ભરૂચ ના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ભરૂચ ના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલ અને વાગરા ના ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ અવસરે કોરોના વોરીયર્સ, ૧૦૦ ટકા રસીકરણ થયેલ ગામોનાં સરપંચશ્રીઓ, પીએસએ પ્લાન્ટના તથા ઓક્સિજન કોન્સન્ટ્રેટર દાતાઓનું મહાનુભાવોનાં હસ્તે સન્માન કરાયું હતું.  


  અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતીજી અલ્પાબેન પટેલે વૈશ્વિક મહામારી કોરોના સામેની લડાઈમાં જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા ખુબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. તેમણે કોરોના નાં કપરા સંજોગોમાં રાત દિવસ જોયા વગર ઉમદા સેવા આપનાર કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવી, ૧૦૦ ટકા રસીકરણ થયેલ જિલ્લાનાં વિવિધ ગામોનાં સરપંચશ્રીઓ, પીએસએ પ્લાન્ટના દાતાઓ, ઓક્સિજન કોન્સન્ટ્રેટરના દાતાઓને અભિનંદન પાઠવી આજનાં અવસરે તેઓનું સન્માન તે ગૌરવપદ બાબત છે તેમ જણાવ્યું હતું. 

  ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલે સુશાસનના પાંચ વર્ષની ઉજવણી અંતર્ગત આજે સાતમાં દિવસે વિકાસ દિવસ નિમિત્તે આરોગ્ય સુખાકારી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે. વિશ્વ અને દુનિયાભરનાં દેશો કેન્દ્ર – રાજ્ય સરકાર છેલ્લા સવા વર્ષથી કોરોના નો સામનો કરી રહી છે તેમની સાથે સાથે પ્રજાજનોએ સહકાર આપવામાં પાછીપાની નથી કરી અને યેનકેન પ્રકારે સમયને જોયા વગર એકબીજાને મદદરૂપ બન્યાં છે. તેમણે કોરોના નાં બીજા વેવમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા  કરવામાં આવેલી કામગીરીને બિરદાવી કપરા સંજોગોમાં ઉમદા સેવા આપનાર કોરોના વોરીયર્સની સરાહનીય કામગીરી અભિનંદનપાત્ર છે તેમ જણાવ્યું હતું. જિલ્લાનાં ઔદ્યોગિક એકમો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઓક્સિજન પ્લાન્ટ, નવાં વેન્ટિલેટર, ઓક્સિજન કોન્સન્ટ્રેટર, મેડીકલ કીટ આપનારાં દાતાઓને બિરદાવ્યાં હતાં. તેમણે જિલ્લામાં મહત્તમ વેક્સિનેસનની કામગીરી થાય તે જોવા પણ ખાસ અનુરોધ કર્યો હતો. 

  ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણાએ કોરોના નાં કપરા કાળમાં જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગે કરેલી કામગીરી સરાહનીય હોવાનું જણાવી કોરોના વોરીયર્સની કામગીરીની સાથે સાથે જિલ્લામાં મુશ્કેલીની પરિસ્થિતિમાં ઉદ્યોગોએ આપેલ સહકારને બિરદાવ્યો હતો.  

  જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી. મોડિયાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, સી.એસ.આર. એક્ટિવીટી અંતર્ગત ભરૂચ જિલ્લાની ૧૬ હોસ્પિટલોમાં વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા કુલ – ૨૫ પીએસએ પ્લાન્ટ દાનમાં મળેલ છે જે ખુબ જ સરાહનીય છે. આ ૨૫ પીએસએ ઓક્સિજન પ્લાન્ટમાં પાંચ મેટ્રીક ટન ઓક્સિજન પ્રાપ્ત થશે જે દર્દી માટે લાભદાયી પુરવાર થશે. આ ઉપરાંત કુલ - ૨૧૦ જેટલાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભરૂચ જિલ્લાને દાનમાં મળેલ છે. આ તબક્કે તેઓનો આભાર માન્યો હતો. કલેક્ટરશ્રીએ આરોગ્ય સુખાકારી કાર્યક્રમ અંતર્ગત કોરોના કપરા સમયમાં ઉમદા સેવા આપનાર કોરોના વોરીયર્સ, ૧૦૦% રસીકરણ થયેલ ૩૬ જેટલા ગામોનાં સરપંચશ્રીઓ, ઓક્સિજન પ્લાન્ટ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટરના દાતાઓના સન્માનને બિરદાવ્યું હતું. આવનાર સમયમાં આવો જ સહકાર મળી રહેશે તેવી અપેક્ષા પણ સેવી હતી. 

 જિલ્લામાં રસીકરણની કામગીરીને બિરદાવતાં કલેક્ટર શ્રીએ કહ્યું હતું કે, ગઈકાલ સુધીમાં કોવિડ-૧૯ ની રસીકરણનો પ્રથમ ડોઝ ૭૪૧૩૨૭ લોકોને અને બીજો ડોઝ ૨૦૧૧૯૪ લોકોને આપીને રક્ષિત કરવામાં આવેલ છે. જિલ્લામાં ૧૮ વર્ષથી ઉપરનાં તમામ લોકો રસી લે તેવી અપીલ કરી હતી. કલેક્ટરશ્રીએ કોરોનાની સંભવિત ત્રીજી લહેર ન આવે પણ જો કદાચ ત્રીજી લહેર આવે તો પણ ભરૂચ વહીવટીતંત્ર તેને પહોંચી વળવા સજ્જ બનેલ છે તેમ પણ જણાવ્યું હતું. 

  આ વેળાએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનાં રાજ્યકક્ષાનાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.

  આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશભાઈ ચૌધરી, નગરપાલિકાનાં પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ. દુલેરા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મુનીરા શુક્લા, આગેવાન પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારી અને સન્માનનીય નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.  

કાર્યક્રમ અગાઉ સેવાશ્રમ હોસ્પિટલ ભરૂચ ખાતે બિરલા સેન્ચ્યુરી ઝઘડીયા નાં સીએસઆર એક્ટીવીટી ફંડમાંથી તૈયાર થયેલ ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી. મોડિયાના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતીજી અલ્પાબેન પટેલ, ધારાસભ્યો સર્વશ્રી દુષ્યંતભાઈ પટેલ, અરૂણસિંહ રણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશભાઈ ચૌધરી, સેવાશ્રમ ટ્રસ્ટનાં ટ્રસ્ટીશ્રી કિરણભાઈ ઠાકોર, બિરલા સેન્ચ્યુરીના અધિકારી, નગરપાલિકાનાં પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા, આગેવાન પદાધિકારી, આરોગ્ય વિભાગનાં તથા સેવાશ્રમ ટ્રસ્ટનાં ડૉક્ટર સ્ટાફ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

#gujaratnivacha


🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ

ભારત સરકારનાં ગૃહ મંત્રી અમિત શાહ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા