ભરૂચ ખાતે ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન કમિટીની બેઠક યોજાઈ

 ભરૂચ ખાતે ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન કમિટીની બેઠક યોજાઈ

🔸જિલ્લા કલેક્ટરશ્રી ડો.એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
 
મનિષ કંસારા
ભરૂચઃ ભરૂચ જિલ્લામાં કેન્દ્ર સરકારના નિયમ મુજબ એક જિલ્લો એક પ્રોડક્ટના વિષય પર જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. એમ.ડી. મોડિયાના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન કમિટીની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં વિદેશ વેપારના ડાયરેક્ટર ડૉ. રાહુલ સિંગ, ભરૂચ જિલ્લા ઉદ્યોગના જનરલ મેનેજરશ્રી જે.બી. દવે અને વિવિધ જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખશ્રી ઓની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લામાંથી એક પ્રોડક્ટ જાણી અને એક્સપોર્ટમાં પડતી મુશ્કેલીની દરખાસ્ત મુકવામાં આવી હતી. અને જિલ્લામાં ઉદ્યોગને શું જરૂરિયાત છે અને નાના ઉદ્યોગને માર્ગદર્શન મળી રહે અને ઉદ્યોગને ફાયદો થાય સાથે દહેજ, સાયખા, વિલાયત માટે કોમન એક્સપોર્ટ માટે કન્ટેનર ટર્મિનલ બને જેથી એક્સપોર્ટનો ખર્ચ ઓછો થાય અને સમયસર માલ એક્સપોર્ટ થાય જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
  આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જિલ્લામાં દરેક એસોસિએશનમાંથી એક એક એક્સપર્ટને લઈ અને આખા જિલ્લાની એક કમિટી બનાવી અને જિલ્લાના ઉદ્યોગકારોને શું જરૂરિયાત છે એનો પ્લાન્ટ તૈયાર કરવાં અનુરોધ કર્યો હતો. વધુમાં જિલ્લા કલેક્ટર શ્રીએ એગ્રીકલ્ચરમાં કેળાના પાકની એક્સપોર્ટની શક્યતાં તપાસવા બાગાયતી અધિકારીને સૂચનાઓ આપી હતી.


🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

આઈડિયા ફોર ધ વિઝન વિકસિત ભારત @૨૦૪૭ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ