મહિલાઓનાં આદર્શ એવાં વત્સલાબહેન દવે
✍️નરેન્દ્રભાઈ દવે
વત્સલાબહેન દવે હાલ પોગ્રામ ઓફિસર , આઈ.સિ.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢમાં ફરજ બજાવી રહ્યાં છે. વત્સલાબહેનનો જન્મ ૨૧/૦૪/૧૯૬૯ ના રોજ એક સામાન્ય પરિવારમાં થયો હતો. અભ્યાસ બાદ તેમનાં લગ્ન ૧૯૯૦ થયાં હતાં. ઘર સંસાર ચલાવતાં ગૃહિણીને આઈ.સિ.ડી.એસ. વિભાગમાં મુખ્યસેવિકા તરીકે ૧૦/૦૨/૧૯૯૨ નાં રોજ નિયુક્તીમળી હતી. જુનાગઢ જીલ્લાનાં કેશોદ તાલુકાનાં કેશોદ ઘટકમાં આવેલ કરેણી ગ્રુપમાં મુખ્યસેવિકા તરીકે તેઓ ફરજ પર હાજર થયાં હતાં. ખાસ મહત્વની વાત એ છે કે પોતે સગર્ભાવસ્થા દરમિયાન પણ ફરજ નિભાવતાં હતાં. સાથે જી.પી.એસ.સી. દ્વારા લેવાતી પરીક્ષાની પણ તેઓ તૈયારી કરતાં હતાં. જી.પી.એસ.સી. પરીક્ષામાં ઉતીર્ણ થયા બાદ ક્લાસ-૨ ઓફિસર તરીકે તા.:-૨૧/૦૫/૨૦૦૫ સિદ્ધપુર-પાટણ સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યાર બાદ જુનાગઢ જિલ્લાનાં તાલાળા ઘટકનાં સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી તરીકે તા:-૨૬-૦૯-૨૦૦૫ થી તા:-૧૭-૧૦-૨૦૧૦ સુધી પાંચવર્ષ સુધી ફરજ પર રહ્યાં જેમાં તા:-૦૮/૨/૨૦૦૮ નાં રોજ બાઈકસવાર દ્વારા ઓચિંતા સર્જાયેલ ગંભીર અકસ્માતમાં કમરનાં મણકાને ગંભીર ઈજા પહોંચી હતી. જુનાગઢ જિલ્લાનાં મેંદરડા ઘટકનાં સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી તરીકે તા:-૧૮-૧૦-૨૦૧૦ થી તા:-૧૯-૦૪-૨૦૧૮ સુધી આઠ વર્ષ સુધી ફરજ પર રહ્યાં હતાં. જેમાં ૨૦૧૩ વર્ષ દરમિયાન કીડનીની બીમારી માટે સારવારની જરૂરત પડતાં અમદાવાદ ગયાં હતાં તેમજ ૨૦૧૪ વર્ષ દરમિયાન એક કીડની ખરાબ થતાં સર્જરી કરવાની અને કાઢવાની જરૂરત પડી હતી. હાલ તેઓ માત્ર એક કીડની પર ફરજ નિભાવી રહ્યાં છે. અંદાજે ૧૧ મહિના જુનાગઢ ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર તરીકે પણ ફરજ બજાવી હતી અને સરકાર દ્વારા કર્મશીલ પ્રમાણિક અને નિષ્ઠવાન તેમજ બાહોશ કર્મચારીની ફરજ દરમિયાન તેઓએ કરેલ કામગીરીની નોધ લઈને તા:-૨૦/૦૪/૨૦૧૮ નાં રોજ પોગ્રામ ઓફિસર તરીકે બઢતી થતાં રાજકોટ જિલ્લા પંચાયત ઈઈઉજ કચેરીનાં પોગ્રામ ઓફિસર તરીકે તેઓ તા:-૨૦/૦૪/૨૦૧૮ થી ૩૧/૦૩/૨૦૨૧ સુધી ત્રણ વર્ષ ફરજ નિભાવી હતી, ત્યાર બાદ તા:-૦૧/૦૪/૨૦૨૧ થી હાલ અત્યારે તેઓ જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારનાં પોગ્રામ ઓફિસર ઈઈઉજ શાખામાં ફરજ નિભાવી રહ્યાં છે.
તેઓ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ખાસ જણાવે છે કે કોઈ પણ મુશ્કેલીઓ દરમિયાન નિષ્ઠાવાન બની ફરજ નીભાવવી એ જ સાચી દેશભક્તિ કહેવાય.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳


Comments
Post a Comment