ગીર-સોમનાથ જિલ્લામાં રોજગાર દિવસની ઉજવણી કરાઇ

ગીર-સોમનાથ જિલ્લામાં રોજગાર દિવસની ઉજવણી કરાઇ

 

        ગીર-સોમનાથ તા. -૦૬, રાજ્યમાં પાંચ વર્ષ સરકારના અંતર્ગત સોમનાથ ખાતે રામમંદીર ઓડીટોરીયમા ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેનશ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં રોજગાર દિવસનો કાર્યક્રમ યોજાયો હતો.

        જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા કુલ ૭૭૦૬ ઉમેદવારો નોંધવામા આવેલ છે. ૬ ઓનલાઇન વેબીનારના આયોજન દ્વારા ૩૪૮ ઉમેદવારોને તજજ્ઞો દ્વારા માહિતી અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ છે.

        ચેરમેનશ્રી મુળુભાઈ બેરા અને મહાનુભાવોના હસ્તે સોમનાથ રામમંદીર ઓડીટોરીયમ ખાતે આયોજીત યુવા શક્તિ દિન નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા રોજગાર કચેરી દ્વારા યોજાયેલ ભરતી મેળા દ્વારા થયેલ પ્લેસમેન્ટ, એપ્રેન્ટીસ યોજનાના પ્લેસમેન્ટ, કોલેજમાં થયેલ ભરતી મેળાના પ્લેસમેન્ટમાં પસંદગી થયેલા ૩૫૦ ઉમેદવારોને રોજગાર પત્રો એનાયત કરવામાં આવ્યાં.

        આ તકે ચેરમેનશ્રીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલનાં નેતૃત્વને પાંચ વર્ષ પુર્ણ થયા જે અંતર્ગત રાજ્યમાં પ્રગતિ અને વિકાસ કાર્યો માટે સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. ગુજરાત એકમાત્ર રાજ્ય છે. જેને યુવાનો માટે ગુજરાત સ્ટાર્ટ સ્ટુડન્ટ પોલીસી શરૂ કરી છે.

        ભાજપ પ્રદેશ મંત્રીશ્રી ઝવેરીભાઈ ઠકરારે જણાવ્યું હતું કે, માથાદીઠ આવક અને માથાદીઠ ખર્ચમાં ગુજરાત દેશમાં મોખરેે રહ્યું  છે. નગરપાલિકા પ્રમુખશ્રી પીયુષ ફોફંડીએ જણાવ્યું હતું કે, રોજગાર આપવામાં ગુજરાત અગ્રેસર છે. માન.મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ ઉપસ્થિત મહાનુભાવોએ અને યુવાનોએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યો હતો.

        કાર્યક્રમનાં પ્રારંભે શાબ્દીક સ્વાગત આઇ.ટી.આઇ. આચાર્યશ્રી દીપકભાઈ મકાતી અને આભારવિધિ કેરીયર કાઉન્સેલર શ્રી રામભાઈએ કરી હતી. જ્યારે કાર્યક્રમનું સંચાલન શ્રી દીપકભાઈ નિમાવતે કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતનાં પ્રમુખશ્રી રામીબેન વાજા, પુર્વ બીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી સરમણભાઈ સોલંકી, તાલુકા ભાજપ પ્રમુખશ્રી હરદાસભાઈ સોલંકી, ભાજપ મંત્રીશ્રી પ્રવીણભાઈ આમહેડા, શ્રી વિક્રમભાઈ પટાટ, જિલ્લા કલેકટરશ્રી રાજદેવસિંહ ગોહીલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એસ.જે.ખાચર, નાયબ કલેકટરશ્રીમતી ભાવનાબા ઝાલા, આઇ.ટી.આઇ. ઉનાના આચાર્યશ્રી જે.જી.ચૈાધરી, શ્રી વી.સી.વીઠલાણી સહિત ઉપસ્થિત રહ્યા હતાં.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ

ભારત સરકારનાં ગૃહ મંત્રી અમિત શાહ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા