ઝઘડીયા નાં ઉમલ્લા ગામે આંગણવાડી તેમજ દુ.વાઘપુરા ગામે પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
🔶સાંસદ મનસુખભાઇ વસાવા નાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
✍️ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ભરૂચ/રાજપારડી: ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા ગામે આંગણવાડીના મકાનનું તેમજ દુ.વાઘપુરા ગામે પીવાનાં પાણીની ટાકીનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું.
આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે જનતાની પીવાનાં પાણીની જરૂરતને પ્હોંચી વળવા માટે જલ જીવન મિશન અંતર્ગત નલસે જલ યોજના હેઠળ અનેક યોજનાઓ અમલમાં મુકેલ છે. અને પીવાનાં પાણીનાં પ્રશ્નોને હલ કરવાં માટે રાજ્ય સરકાર દ્વારા જરુરી કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા માટે બાલમંદિરથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી સરકાર દ્વારા કાળજી રાખવામાં આવે છે. આ માટે આંગણવાડી, પ્રાથમિક શાળાઓ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં મકાનો જેવી તમામ માળખાગત સુવિધાઓ શહેરો ઉપરાંત ગ્રામ્ય સ્તરે પણ ઉપલબ્ધ બનાવાય છે. સરકાર આપણને શિક્ષણ માટે આટલી સારી સુવિધા આપે છે ત્યારે આપણે પણ આપણાં બાળકને નિયમિત આંગણવાડીમાં મોકલીએ તેમજ બાળક ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે ત્યાં સુધી આપણે તેની પુરી કાળજી લઇને આપણી ફરજ બજાવીએ તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ઉપરાંત ઝઘડીયા તાલુકા ભાજપા પ્રમુખ અતુલભાઈ પટેલ, ઝઘડીયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, ભાજપા અગ્રણી અને ગુજરાત હસ્તકલા નિગમના માજી ડિરેક્ટર રશ્મિકાંત પંડ્યા, ભરૂચ જિલ્લા પંચાયતનાં સદસ્ય મહેન્દ્રસિંહ વાસદીયા, ઝઘડીયા તાલુકા પંચાયત સદસ્ય ભાર્ગવભાઈ પટેલ તેમજ સુનિતાબેન વસાવા, ઝઘડીયા તાલુકા ભાજપા યુવા મંત્રી પ્રતિકસિંહ મહિડા, ઉમલ્લાના સરપંચ દશરથભાઈ વસાવા, મનુભાઈ વસાવા, ભાજપ અગ્રણી સંજયભાઈ વસાવા, ઝઘડીયા તાલુકા ભાજપા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડ, કેતવભાઈ દેસાઈ, દિનેશભાઈ વસાવા, ખેડૂત અગ્રણી અશોકભાઈ પટેલ તથા હરેન્દ્રસિંહ ઘરીયા,લઘુમતી મોરચાનાં હુશેનભાઈ બાદશાહ, ઝઘડીયા તાલુકા ભાજપા યુવા મોરચા મંત્રી પ્રતિકસિંહ મહિડા, ડભાલ ગામ અગ્રણી દિનેશભાઈ વસાવા તથા સુરેશભાઈ વસાવા વગેરે મહાનુભાવો હાજર રહ્યાં હતાં.
#gujaratnivacha
આપની આસપાસ બનતી ઘટનાઓની માહિતી આપવા અમારાં મેઈલ એડ્રેસ પર મોકલવા વિનંતી
અમારૂં મેઈલ એડ્રેસ:-
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳






Comments
Post a Comment