પ્રદેશ ભાજપા મહિલા મોરચાના સભ્ય રશ્મીબેન વસાવાએ મુખ્યમંત્રીને રાખડી બાંધી
🔶ઝઘડીયા તાલુકામાં ઉત્સાહમય માહોલ વચ્ચે રક્ષાબંધનનો પર્વ મનાવાયો
✍️ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ભરૂચ/રાજપારડી: ભાઈ બહેનનાં સ્નેહમય સંબંધનાં પ્રતિક એવાં રક્ષાબંધનના પર્વની સમગ્ર રાજ્યમાં હર્ષોલ્લાશથી ઉજવણી કરવામાં આવી. ભાઈ બહેનનાં અતૂટ પ્રેમનાં પ્રતિક એવાં રક્ષાબંધન પર્વ નિમિત્તે આજે નાના ગામડાઓ સહીત શહેરોમાં ખૂબ ઉત્સાહ અને આનંદ ભર્યો માહોલ જણાયો હતો. ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં અવિધા ગામનાં વરિષ્ઠ મહિલા કાર્યકર અને ગુજરાત પ્રદેશ ભાજપા મહિલા મોરચાનાં કારોબારી સભ્ય રશ્મીબેન વસાવાએ આજે રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગાંધીનગર મુકામે રાખડી બાંધી હતી. આ પ્રસંગે રશ્મીબેને મુખ્યમંત્રીનાં સ્વાસ્થ્ય શાંતિ અને સુખ માટે પ્રાર્થના કરી હતી. રેશમના તાંતણાથી ગુંથાયેલા ભાઈ-બહેન નાં સંબંધ માટે ઊજવાતા આ પર્વમાં ઝઘડીયા પંથકમાં આજે ગામેગામ રક્ષાબંધન પર્વની ઊજવણી થઈ હતી. બહેનોએ ભાઈઓનાં કાંડા પર રક્ષા રુપી કવચના રૂપમાં રાખડી બાંધીને ભાઈનાં સુખ શાંતિ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. ભાઈઓએ પણ વહાલી બહેનોને અવનવી ભેટ સોગાદ આપી હતી. રક્ષાબંધનના દિવસે સવારથી જ બહેનો પોતાનાં ભાઈઓને રાખડી બાંધવા જતી નજરે પડતી હતી. રક્ષાબંધન પર્વના બે દિવસો પહેલાં રાખડીના બજારમાં તેજી જોવાઈ હતી. ઝઘડીયા તાલુકાનાં રાજપારડી અને ઉમલ્લા પંથકનાં ગામોમાં રક્ષાબંધનને લઈને લોકોમાં ઉત્સાહ જણાતો હતો.
#gujaratnivacha
આપની આસપાસ બનતી ઘટનાઓની માહિતી કે આપના લેખ અમારાં આપેલ મેઈલ એડ્રેસ પર મોકલી આપવા વિનંતી.
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳




Comments
Post a Comment