“કરો યોગ - રહો નિરોગ” નું સૂત્ર આપી બહેનોને યોગ ટીચર બનવા રાજ્ય યોગ બોર્ડ નાં ચેરમેનશ્રી યોગ સેવક શીશપાલસિંહે રાજપૂતે આહ્વાન કર્યું

“કરો યોગ -  રહો નિરોગ” નું સૂત્ર આપી બહેનોને યોગ ટીચર બનવા રાજ્ય યોગ બોર્ડ નાં ચેરમેનશ્રી યોગ સેવક શીશપાલસિંહે રાજપૂતે આહ્વાન કર્યું

🔶યોગ કરો તો તમારી આગવી ઓળખ ઉભી થશે-: યોગ બોર્ડ નાં ચેરમેનશ્રી યોગ સેવક શીશપાલસિંહ રાજપૂત

મનિષ કંસારા

ભરૂચઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નાં  ચેરમેનશ્રી યોગ સેવક શ્રી શીશપાલસિંહે રાજપૂતેની પ્રેરક ઉપસ્થિતિમાં ભરૂચના ઝાડેશ્વર સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતે યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોગ સંવાદ શિબિર યોજાઇ હતી. 

આ વેળાએ રાજ્ય યોગ બોર્ડના ચેરમેેન શ્રી યોગ સેવક શ્રી શીશપાલસિંહે રાજપૂતે “કરો યોગ -  રહો નિરોગ” નું સૂત્ર આપી બહેનોને યોગ ટીચર બનવા આહ્વાન કર્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કોરોના કમજોર લોકોને શોધે છે. ફેફસા નબળા હોય તેને માટે ભસ્ત્રિકા પ્રાણાયામ જરૂરી છે. યોગ જે નથી કરતાં તે દરેકે કરવો જોઈએ. બહેનો માટે યોગ્ય ટ્રેઇનર બનવું ઉત્તમ છે. પરિવાર નિરોગી તો સમાજ સ્વસ્થ રહેશે. બહેનોમાં ઉર્જા, શક્તિ અને ધીરજ હોય છે. તમે લીડર, વકૃતવ્ય, પ્રકૃત્યવ કલા હોવી જોઈએ. જે યોગ ટીચર બનશે તે લાંબુ જીવન જીવશે.

તેમણે ઉમેર્યું કે માણસ બીમારીઓથી ગ્રસિત છે કેમ કે યોગ નથી કરતાં, યોગ કરો તો 100 વરસ સારી રીતે જીવી શકો છો. કપાલભાતિ એ કમાલભાતિ છે પેટનાં દરેક દર્દ માટે લાભકારી છે. અનુલોમવિલોમથી બીપી નોર્મલ થઈ યાદશક્તિ વધે છે. વ્યાયામ, આયામ, પ્રાણાયામ, આહાર અને વિહારમાં પૂરતું ધ્યાન આપવાથી દરેક દર્દનું નિવારણ થાય છે. જે ફિટ છે એ યોગી છે. યોગ કરો તો તમારી ઓળખ ઉભી થશે. ૫૦ લાખ લોકોને યોગ કરાવ્યું છે. કોઈ પણ કાર્ય કરવાં માટે મહેનત અને પુરુષાર્થ જરૂરી છે.

          ઝાડેશ્વર નાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનાં સત્સંગ હોલમાં ખૂબ મોટી સંખ્યામાં યોગ પ્રેરીત બહેનો અને ભાઈઓ આવી યોગ સંવાદનો લાભ લીધો હતો. શ્રી તુષારભાઈ સોનીએ યોગ કક્ષામાં યોગ વિશે સમજ આપી હતી. જેમાં ભરૂચ જિલ્લાનાં ૯ જેટલા યોગ કોચ ખાસ હાજરી આપી હતી. જેમાં કામીનાબા રાજ, ભાવિનિબેન ઠાકર, દીપલ પટેલ, અતુલકુમાર પટેલ, રચના ઉપાધ્યાય, પ્રીતિબેન, પ્રતિક્ષાબેન, પ્રકાશભાઈ વગેરે અને ખૂબ મોટી સંખ્યામાં યોગ ટ્રેઈનરો અને યોગ સાધકોએ માર્ગદર્શન મેળવ્યું હતું.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳


Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

આઈડિયા ફોર ધ વિઝન વિકસિત ભારત @૨૦૪૭ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ