ગીર-સોમનાથ જિલ્લામાં મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત નારી ગૈારવ દિવસની ઉજવણી
ગીર-સોમનાથ જિલ્લામાં મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત નારી ગૈારવ દિવસની ઉજવણી
સુશાસનના પાંચ વર્ષ નારી ગૌરવ દિવસ
🔸મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત રૂા. ૩.૦૭ કરોડની વગર વ્યાજની લોન નાં ચેકનું વિતરણ
🔸રૂા. ૪૧ લાખનાં ખર્ચે તૈયાર થયેલ ૧૦ આંગણવાડીનું લોકાર્પણ
🔸મુખ્યમંત્રીશ્રી જનજન નાં વિકાસ માટે સતત અને સઘન પરીશ્રમ કરી રહ્યાં છે : મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયા
નરેન્દ્રભાઈ દવે
ગીર-સોમનાથ: સમગ્ર રાજ્યમાં પાંચ વર્ષ આપણી સરકારનાં સૈાનાં સાથથી સૈાનાં વિકાસની અંતર્ગત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે જિલ્લા કક્ષાનાં નારી ગૈારવ દિવસની ઉજવણી સોમનાથ ખાતે રામમંદિર ઓડીટોરીયમમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત રૂા. ૩.૦૭ કરોડની વગર વ્યાજની લોન નાં ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મંત્રીશ્રી એ પ્રાસંગિક ઉદ્બોધન આપતાં જણાવ્યું હતું કે, બહેનોમાં રહેલાં કૈાશલ્યનો ઉપયોગ કરી સ્વાવલંબી બને તે હેતુથી મુખ્યમંત્રીશ્રીએ અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે. શાસન વ્યવસ્થાનાં પાયામાં તમામ વર્ગોનો સમતોલન વિકાસ અને પ્રગતિને પ્રાધાન્ય હોય છે. મુખ્યમંત્રીશ્રી જનજન નાં વિકાસ માટે સતત સઘન પરીશ્રમ કરી રહ્યાં છે.
પુર્વ બિજ નિગમ ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના અન્વયે લાભાર્થી મહિલાને માસિક રૂા. ૧૨૫૦ ની સહાય ચુકવવામાં આવે છે. રાજ્ય સરકાર મહિલાઓનાં સશક્તિકરણ માટે સંકલ્પબદ્ધ છે.
મંત્રીશ્રી નાં હસ્તે વેરાવળ તાલુકાનાં-૫ અને સુત્રાપાડા તાલુકાનાં-૫ આંગણવાડી ઓરડાનું ઇ-લોકાર્પણ કર્યું હતું. તેમજ મંત્રીશ્રી અને મહાનુભાવો દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ સ્વસહાય જુથની બહેનોને લોન સહાય ચેકનુ વિતરણ કરવામાં આવેલ હતું. જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ૨૬૫ અને શહેરી વિસ્તારમાં ૪૨ સ્વસહાય જુથને મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજનાનો લાભ મળશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને લાભાર્થી બહેનોએ મુખ્યમંત્રીશ્રીની વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા જીવન પ્રસારણ નિહાળ્યું હતું.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રીશ્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી માનસિંગભાઈ પરમાર અને વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખશ્રી પિયુષભાઈ ફોફંડીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમનાં પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એસ.જે. ખાચર દ્વારા શાબ્દિક સ્વાગત કરી સૈાને આવકાર્યા હતાં. અંતમાં કાર્યક્રમની આભાર વિધિ ચીફ ઓફીસરશ્રી જતીન મહેતાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલનશ્રી નિમાવતે કર્યું હતું. જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહીલ, પુરવઠા અધિકારીશ્રી સુશીલ પરમાર, નગરપાલિકા-તાલુકા પંચાયતનાં સભ્યો સહિતનાં પદાધિકારીઓ તેમજ વહીવટી તંત્રનાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳


Comments
Post a Comment