ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે મધ્યાહ્ન ભોજનના વાસણો ચોરનાર ઝડપાયો

ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે મધ્યાહ્ન ભોજનના વાસણો ચોરનાર ઝડપાયો

🔶રાજપારડી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લીધો

__________________________

 ✍️ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ 


ભરૂચ: ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે ગતરોજ બપોરના બારથી ચાર વાગ્યાના સમય દરમિયાન શાળાના મધ્યાહ્ન ભોજન રુમનું તાળુ તોડીને કોઇ ઇસમ રુ.૧૦૫૦૦ ની કિંમતના એલ્યુમિનિયમના નાનામોટા પાંચ તપેલા અને એક પ્રેસર કુકર  ચોરી ગયો હતો.રાજપારડી પોલીસમાં આ બાબતે ફરિયાદ લખાવા પામી હતી.દરમિયાન રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવના માર્ગદર્શન હેઠળ ટેક્નિકલ  સર્વેલન્સ અને હ્યુમન રીસોર્સીસના આધારે પોલીસ કોન્સ્ટેબલ સંદિપભાઇને બાતમી મળી હતી કે એક ઇસમ રાજપારડી બજારમાં વાસણોની દુકાનોએ પ્રેસર કુકર વેચવા ફરેછે અને ભાવતાલ કરે છે.સદર બાબતે પોલીસે તપાસ કરતા એક ઇસમ રાજપારડી ચારરસ્તા નજીકના વાઝા કોમ્પલેક્ષમાં શંકાસ્પદ રીતે ફરે છે.આ ઇસમની તપાસ કરતા તેની સાથેના મીણીયા થેલામાં પ્રેસરકુકર હોવાનું જણાયુ હતુ.આ ઇસમને પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે વણાકપોર ગામે મધ્યાહ્ન ભોજનના રુમમાંથી વાસણો ચોર્યા હોવાની કબુલાત કરી હતી.પોલીસે આ ઇસમ પ્રકાશભાઇ બાબુભાઇ વસાવા રહે.ગામ વણાકપોર,તા.ઝઘડીયા,જિ.ભરૂચને હસ્તગત કરીને તેનો કોરોના ટેસ્ટ કરાવવા કવાયત હાથ ધરી હતી.પોલીસે આ ઇસમના ઘેરથી તેણે ચોરેલ પાંચ એલ્યુમિનિયમના તપેલા કબજે લીધા હતા.રાજપારડી પોલીસે ગણતરીના કલાકોમાં વણાકપોર ગામના મધ્યાહ્ન ભોજન રુમની ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ

ભારત સરકારનાં ગૃહ મંત્રી અમિત શાહ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા