ગીર-સોમનાથ જિલ્લામાં પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્નોત્સવ કાર્યક્રમ યોજાયો

ગીર-સોમનાથ જિલ્લામાં પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્નોત્સવ કાર્યક્રમ યોજાયો

🔸વર્ચ્યુલ માધ્યમથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો લોકો સાથે સંવાદ



ગીર-સોમનાથ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વના પાંચ વર્ષમા જનહિત ના અનેક કાર્યો કરવામાં આવી રહયા છે. જે અંતગર્ત પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્નોત્સવ કાર્યક્રમ સોમનાથ ખાતે રામમંદિર ઓડેટેરીયમમાં મંત્રીશ્રી વાસણભાઈ આહીરની અધ્યક્ષતામાં યોજાયો હતો.


  ગીર-સોમનાથ જિલ્લામાં ૧૬૨૫૫૬ પરિવારો રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા અંતર્ગત અનાજ નો લાભ મેળવેલ છે. જેમાં ૩.૫ કિલ્લોગ્રામ ધઉં અને ૧.૫ કિલ્લોગ્રામ ચોખા નું વ્યક્તિદિઠ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.


  જિલ્લા કક્ષાનો અન્નોત્સવ કાર્યક્રમ સોમનાથ ખાતે તેમજ વેરાવળ શહેરમાં ૫-ઉના શહેર માં -૩ કોડિનાર, તાલાલા શહેરમાં -૨, સુત્રાપાડા શહેર -૧ એમ કુલ-૧૩ શહેરી વિસ્તારમાં સૈાને અન્ન, સૈાને પોષણ કાર્યક્રમો યોજાયા હતા.   મંત્રીશ્રી દ્રારા પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આવતા કાર્ડધારકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.


   પ્રધાન મંત્રીશ્રી/માન.મુખ્યમંત્રી શ્રી વચ્યુલ માધ્યમથી જોડાયા હતા. પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્નયોજના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો અને સરકારી યોજનાઓ નો લાભ પૂરેપૂરો મળે છે કે નહિ તેની જાણકારી મેળવી હતી.


મંત્રીશ્રી વાસણભાઈ આહીરે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય વિકાસની હરફાળ ભરી રહ્યુ છે. છેલ્લાં પાંચ વર્ષમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નાં નિર્ણાયક નેતૃત્વમાં ટીમે ગુજરાતે જનહિતલક્ષી નિર્ણયો લઈ તેનું પરિણામલક્ષી અમલીકરણ કર્યુ છે. રાજ્ય સરકાર દરેક બાબત ની ચિંતા કરે છે. ગરીબોની પીડા સમજે છે. આ સરકાર કર્મ અને સિદ્ધાંત ને વરેલી છે.


  મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આર્થિક સહાય જેવી યોજના પાછળ માત્ર છેલ્લા ૩ વર્ષમાં જ બિન અનામત વર્ગોના ૬૬,૩૫૭ લાભાર્થીને રૂા. ૬૩૮.૨૧ કરોડની સહાય પુરી પાડવામાં આવી છે.


   પુર્વ બીજ નિગમનાં ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી પ્રજાલક્ષી યોજનાઓના પરિણામો થકી લોકોનાં જીવનને યોગ્ય દીશા મળી રહી છે અને અનેક લોકો સફળ અને સમૃદ્ધ જીવન જીવતાં થયા છે. જિલ્લા ભાજપ પ્રમુખશ્રી માનસિંગભાઈ પરમારે પ્રાસંગિક પ્રવચનમા યોજના અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. કાર્યક્રમ પ્રારંભે શાબ્દીક સ્વાગત કલેકટરશ્રી રાજદેવસિંહ ગોહિલે કર્યુ હતુ.આભાર વિધિ પૂરવઠા અધિકારી શ્રી સુશીલ પરમારે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી નિમાવતે કર્યું હતું.


  આ તકે નગરપાલિકાનાં પ્રમુખશ્રી પિયુષભાઈ ફોફંડી, ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એસ.જે.ખાચર, નાયબ કલેકટરશ્રી ભાવનાબા ઝાલા, ચીફ ઓફીસરશ્રી જતીન મહેતા, મામલતદારશ્રી ચાંડેગરા સહિતનાં ઉપસ્થિત રહ્યાં હતા.     


નરેન્દ્રભાઈ દવે


🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ

ભારત સરકારનાં ગૃહ મંત્રી અમિત શાહ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા