દોડવીર મિલિન્દ સોમનનું સારસા અને ઉમલ્લા ખાતે સ્વાગત કરવામાં આવ્યું
🔶૧૫ મી ઓગસ્ટના રોજ મુંબઇથી શરું કરેલ દોડયાત્રા ૨૨ મી ઓગસ્ટના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સંપન્ન થશે
✍️ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ભરૂચ/રાજપારડી: ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં સારસા ખાતે આજે બપોરનાં સમયે આવી પહોંચેલ દોડવીર મિલિન્દ સોમનનું પુષ્પ વર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્રે સારસા ગામનાં ચાર રસ્તા પર ગુજરાત રાજ્ય યુવક બોર્ડના ઝઘડીયા તાલુકાનાં સંયોજક હિરલ પટેલ તેમજ ગામનાં યુવાનો દ્વારા હિન્દી ફિલ્મોનાંં જાણીતાં સિતારા એવાં ૫૫ વર્ષીય દોડવીર મિલિન્દ સોમનનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. સારસાથી પસાર થયેલ આ દોડયાત્રા ઉમલ્લા દુ.વાઘપુરાના ચાર રસ્તા પર પહોંચતાં ભાજપા અગ્રણી અને ગુજરાત હસ્તકલા નિગમનાં માજી ડિરેક્ટર રશ્મિકાંત પંડયા તેમજ અગ્રણીઓ દ્વારા દોડવીર મિલિન્દ સોમનનું સ્વાગત કરવામાં આવ્યું હતુું. મિલિન્દ સોમન પાછલાં કેટલાક સમયથી તેમની ફીટનેસને લઇને મોટી પ્રસિદ્ધિ પામ્યાં છે. તેઓ દરવર્ષે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દોડ યોજીને રાષ્ટ્રની જનતાને શાંતી, એક્તા અને સ્વાસ્થ્યનો સંદેશ આપે છે. મિલિન્દ સોમને ૧૫ મી ઓગસ્ટના રોજ મુંબઈ નાં શિવાજી પાર્કથી દોડનો પ્રારંભ કર્યો હતો. તેઓ ૨૨ મી ઓગસ્ટની સાંજે કેવડીયા ખાતેનાં સ્ટેચ્યુ ઓફ યુનિટીી નાં સ્થળે પહોંચશે.
આજે ઝઘડીયા તાલુકામાં આવી પહોંચેલ આ દોડયાત્રા ઝઘડીયા રાજપારડી સારસા ઉમલ્લા થઇને નર્મદા જિલ્લામાં પ્રવેશી હતી. દોડવીર મિલિન્દ સોમનના જણાવ્યા મુજબ તેઓ દર વર્ષે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દોડ યોજે છે. આપણાાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ કહે છેકે થોડોક સમય પોતાનાં મન અને તનની શાંતિ માટે પણ ફાળવો. શાંતિ, યુનિટી અને સ્વાસ્થ્યનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો તેમનો આશય હોવાનું તેમણે જણાવ્યું હતુું, અને તેઓ દરવર્ષે સ્વાતંત્ર્ય દિવસે દોડીને પોતાનો આ શુભ સંદેશ લોકો સુધી પહોંચાડે છે. આજે તેમની દોડયાત્રા ઝઘડીયા તાલુકામાં પ્રવેશી હતી. આ દોડવીરે વધુમાં જણાવ્યુ હતુ કે યુનિટી રન એટલે એકસાથે આવવું. ૧૫ મી ઓગસ્ટના રોજ મુંબઇથી નીકળેલ આ દોડવીર ૪૫૦ કિ.મી.નું અંતર કાપીને ૨૨ મી ઓગસ્ટના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચીને પોતાની દોડયાત્રાનું સમાપન કરશે. તેઓ તેમની આ દોડયાત્રા દરમિયાન રોજનાાં સરેરાશ ૫૬ કિં.મી.જેટલુ દોડે છે. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કંઇક સારુ કરવાનો વિચાર આવતાં ત્યારબાદ તેઓ દરવર્ષે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શાંતિ, એકતા અને સ્વાસ્થ્યના સંદેશ સાથે દોડયાત્રા યોજે છે. તેમની આ યાત્રા દરમિયાન રસ્તામાં આવતા ગામોની જનતાને મળીને પોતાનો એકતા,શાંતિ અને સ્વાસ્થ્યનો શુભ સંદેશ વહેતો કરે છે.
#gujaratnivacha
આપની આસપાસ બનતી ઘટનાઓની માહિતી કે આપના લેખ અમારાં આપેલ મેઈલ એડ્રેસ પર મોકલી આપવા વિનંતી.
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳






Comments
Post a Comment