સોમનાથ મહાદેવનાં દર્શન કરી ગુજરાતની કલ્યાણ સુખાકારી માટે મુખ્યમંત્રીશ્રીએ કરી પ્રાર્થનાં
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ પવિત્ર શ્રાવણ માસમાં દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવ ના દર્શન -પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી
✍️નરેન્દ્રભાઈ દવે
ગીર-સોમનાથ: સોમનાથ મહાદેવના દર્શન કરી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને શ્રીમતી અંજલીબેન રૂપાણીએ મહાપૂજા ધ્વજા પૂજા કરી ધન્યતા અનુભવી હતી.
મુખ્યમંત્રીશ્રી એ ગુજરાત પર સોમનાથ દાદા નાં કૃપા આશિષ વરસતાં રહે અને સૌ સ્વસ્થ રહે, ગુજરાત વિકાસ રાહે સતત અગ્રેસર રહે તેવી પ્રાર્થનાં પણ કરી હતી.
મુખ્યમંત્રીશ્રી ની સાથે પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા, રાજકોટનાં અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ અને પરિવારનાં સદસ્યો પૂજા અર્ચનામાં સહભાગી થયાં હતાં.
આ પૂર્વે સોમનાથ મંદિર ખાતે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વેળાએ પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનસિંગભાઈ પરમાર, સોમનાથ મંદિર ટ્રસ્ટનાં ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી.કે.લહેરી, ટ્રસ્ટનાં અધિકારીઓ સહિતનાં અગ્રણીઓ પદાધિકારીઓ અને ભાવિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ મંદિરનાં શ્રદ્ધાળુઓ, દર્શનાર્થીઓનું અભિવાદન ઝીલી પવિત્ર શ્રાવણ માસમાં શુભેચ્છાઓ પાઠવી હતી.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳


Comments
Post a Comment