વેરાવળ ખાતે આઝદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાયકલ રેલી યોજાઇ

વેરાવળ ખાતે આઝદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાયકલ રેલી યોજાઇ
✍️નરેન્દ્રભાઈ દવે

ગીર-સોમનાથ તા. -૧૮, રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા "આઝાદીકા અમૃત મહોત્સવ" અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલિત જિલ્લા રમત પ્રશિક્ષણ    કેન્દ્રની   કચેરી,   ગીર   સોમનાથ     દ્વારા  સાયકલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.

 જે રેલીમાં શિક્ષણ નિરીક્ષકશ્રી-નીલેશભાઈ અપારનાથી, સરકારી બોયઝ સ્કુલના આચાર્યશ્રી-સંજયભાઈ ડોડીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હરેશકુમાર મકવાણા, પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી અશ્વિનભાઈ સોલંકી, વ્યાયામ શિક્ષકસંઘના ઉપપ્રમુખશ્રી અર્જુનભાઈ પરમાર અને દેવશીભાઈ જોરા ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યુ હતું. 

આ રેલી શહેરનાં સરકારી બોયઝ સ્કુલ,વેરાવળ-ટાવર ચોક-રામભરોસા ચોક-પાટણ દરવાજા સુધી અને ત્યાંથી પરત સરકારી બોયઝ સ્કુલ, વેરાવળ ખાતેસંપન્ન કરવામાં આવેલ, જેમાં જિલ્લાની શાળાના વિદ્યાર્થીઓ, ખેલાડીઓ, યોગ કેન્દ્રના યોગ સાધકો અને નગરજનોએ પોતાની સાયકલમાં સ્વાસ્થ્ય જાગૃતિ અંગેના સંદેશ આપતા પ્લેકાર્ડ સાથે મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. રેલીમાં ભાગ લેનાર તમામ સાયકલ વીરો માટે લીંબુ સરબત તથા પોષ્ટિક નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

તમામ સાયકલ વીરોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સિનીયર કોચ, કાનજી ભાલીયા અને ટેકનીકલ મેનેજરશ્રી નરેશભાઈ ગોહિલ અને તેઓની સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

#gujaratnivacha


🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

આઈડિયા ફોર ધ વિઝન વિકસિત ભારત @૨૦૪૭ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ