કરમસદથી નીકળેલ જન આશિર્વાદ યાત્રાનું ભરૂચ જિલ્લામાં સ્વાગત કરવામાં આવ્યુ
✍️ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ભરૂચ: ગતરોજ કેન્દ્રીય રેલ અને ટેક્સટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશની અધ્યક્ષતામાં આણંદ જિલ્લાના સરદાર સાહેબના કરમસદથી નીકળેલ જન આશીર્વાદ યાત્રાનું ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે ઢોલ નગારા અને પુષ્પગુચ્છથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.
પાલેજથી યાત્રામાં જોડાયેલા ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા સહકાર મંત્રી ઇશ્વરભાઇ પટેલનું તેમજ હાજર કાર્યકર્તાઓનું અભિવાદન કરવામાં આવ્યુ હતુ.બપોરના એક વગ્યાના સમયે જન આશીર્વાદ યાત્રા પાલેજથી ભરૂચ આવી પહોચતા જિલ્લા યુવા મોરચા દ્વારા ૫૦૦ જેટલી બાઇકો સાથેની બાઇક રેલી સાથે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.સાંઈબાબાના મંદિરે દર્શન કરી આત્મીય હોલ ભોલાવ ખાતે આવી પહોંચતા ભરૂચ જિલ્લા મહિલા મોરચા દ્વારા રેલીનું તથા મંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.અત્રે મંત્રી દર્શનાબેને સભાને સંબોધન કર્યુ હતુ.ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી.ત્યારબાદ જન આશીર્વાદ યાત્રા બપોરે સાડા ત્રણ વાગ્યે ભોલાવથી નીકળીને અંકલેશ્વર તાલુકાના ગડખોલ પાટીયા ખાતે પહોંચી હતી અને સોમનાથ મહાદેવ મંદિરે શાસ્ત્રોક્ત પૂજા વિધિ કરી ભોળાનાથને જળ અભિષેક કરી આર્શીવાદ લીધા હતા.
આ પ્રસંગે સમાજના વિવિધ આગેવાનો, સંસ્થાઓના મહાનુભાવો તથા પાર્ટીના હોદ્દેદારોએ અત્રે પધારેલ કેન્દ્રીય મંત્રીનું ફૂલહારથી સ્વાગત કરી સન્માન કર્યું હતું.
આ પ્રસંગે ભરુચના સાંસદ મનસુખભાઇ વસાવા, જિલ્લાના પ્રભારી મંત્રી પ્રદિપસિંહ જાડેજા,રમતગમત અને સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા સંગઠનના મહામંત્રીઓ તથા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

















Comments
Post a Comment