ઝઘડિયાના ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં મુકેલ પાંચ ટ્રકોમાંથી નવ બેટરીઓની ઉઠાંતરી

ઝઘડિયાના ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં મુકેલ પાંચ ટ્રકોમાંથી નવ બેટરીઓની ઉઠાંતરી

✍️ ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ  

ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા ગામે પાર્કિંગ કરીને મુકેલ પાંચ ટ્રકોમાંની નવ જેટલી બેટરીઓ ચોરાઇ જવા પામી હતી.મળતી વિગતો મુજબ ઝઘડીયા ગામે ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા એક ઈસમ નાં ઘરની સામે પાર્ક કરેલ પાંચ ટ્રકોમાંથી નવ જેટલી બેટરીઓની ચોરી થવા પામી હતી.ચોરીની આ ઘટના આજથી લગભગ સોળ સત્તર દિવસ પૂર્વે બની હતી અને ત્યારબાદ સોળમા દિવસે ચોરીની ફરિયાદ દાખલ થઈ હતી. 

  આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયાથી  પસાર થતાં રાજ્ય ધોરીમાર્ગ પરનાં અભિલાષા નગર ખાતે રહેતાં અલ્પેશ ભીમસિંહભાઈ પટેલ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે  છે.તેઓ તેમનાં મકાનની સામે આવેલી ખુલ્લી જગ્યામાં તેમની બધી ટ્રકો તથા જેસીબી પાર્ક કરે છે. ગત તા.૨૯ મીના રોજ‌ સવારે  ટ્રકોમાંથી તથા જેસીબી મશીનમાંથી  બેટરીઓ ચોરાઈ ગઈ હોવાની જાણ થઈ હતી. આજુબાજુમાં શોધવાં છતાં બેટરીઓની કોઈ ભાળ મળી નહતી.બેટરીઓ ચોરાઈ જતાં આ ઈસમને મોટુ આર્થિક નુકશાન થયું હતું. ચોરીની આ ઘટના બાબતે તા.૧૩.૮.૨૧ નાં રોજ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ દાખલ થઈ હતી. 

#gujaratnivacha


⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

ભરૂચમાં વહેલી સવારે અણધાર્યા વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

સોમનાથનાં સાનિધ્યમાં દિવાળીનાં તેહવારો પર અનેક વિધ ધાર્મિક અને યાત્રી લક્ષી આયોજનો...