ભરૂચ જિલ્લાનાં રોજગાર વાંચ્છુંઓ નોંધે

ભરૂચ જિલ્લાનાં રોજગાર વાંચ્છુંઓ નોંધે
અનુબંધમ પોર્ટલ એપ રોજગાર માટે ઘરે બેઠાં નોંધણી કરાવવા ઉપયોગી

 ભરૂચઃ શ્રમ અને રોજગાર વિભાગ ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છું અને નોકરીદાતાઓને ઉપયોગી પોર્ટલ તા.૦૬-૦૮-૨૦૨૧ નાં રોજ “રોજગાર દિવસ” નિમિત્તે મુખ્યમંત્રી દ્વારા નવું વેબ પોર્ટલ “અનુબંધમ” ઉમેદવારો/નોકરીદાતા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે. 

  જેમાં રજીસ્ટ્રેશન થકી ઉમેદવાર પોતાના જિલ્લાની વિવિધ સેક્ટરવાઈઝ નોકરી શોધી શકશે તથા રોજગારવાંચ્છું ઉમેદવારો ઘરે બેઠાં આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ વેબ પોર્ટલમાં રજીસ્ટ્રેશન માટે માંગ્યા મુજબની માહિતી તેમજ આધારકાર્ડ નંબર અને આધારકાર્ડનો ફોટો(જેપીજી) ફાઈલ અપલોડ કરવાની રહેશે. અને આ સંબધિત અનુબંધમ વેબ પોર્ટલ પર રજીસ્ટ્રેશન માર્ગદર્શન વેબીનાર તા.:-૧૭/૮/૨૦૨૧ના  રોજ સમય ૧૨:૦૦ કલાકે  આયોજન કરવામાં આવેલ છે. જે Google Meet ના માધ્યમથી તેના zcw-nmzt-jxi કોડ થી જોઇન્ટ કરી શકાશે જેથી ભરૂચ જિલ્લાનાં વધુમાં વધુ ઉમેદવારો http://anubandham.gujarat.gov.in  વેબસાઈટ/વેબપોર્ટલ પર રોજગારવાંચ્છું ઉમેદવાર/જોબસીકર તરીકે રજીસ્ટ્રેશન કરવાં રોજગાર અધિકારી(જનરલ) ભરૂચ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.

#gujaratnivacha
📱 63529 18965

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

આઈડિયા ફોર ધ વિઝન વિકસિત ભારત @૨૦૪૭ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ