અંક્લેશ્વરમાં સંવેદના ઉજવણી નિમિત્તે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
અંક્લેશ્વરમાં સંવેદના ઉજવણી નિમિત્તે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
🔸 ભરૂચ ના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં
🔸તાલુકા કક્ષાનો સેવા સેતુ સજોદ ગામ ખાતે યોજાયો
ભરૂચઃ મુખ્યમંત્રીનાં નેતૃત્વ હેઠળની પ્રવર્તમાન રાજ્ય સરકારનાં પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થવાં નિમિત્તે ૨ જી ઓગષ્ટના રોજ સંવેદના દિનની ઉજવણીનાં ભાગરૂપે અંક્લેશ્વર શહેર અને તાલુકાનો સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
સંવેદના દિન નિમિત્તે લોકોને એક જ સ્થળેથી સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે હેતુસર એક દિવસ માટે શહેર અને તાલુકા દીઠ જનસુખાકારીના વિવિધ કાર્યો માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં નગરપાલિકા દ્વારા શારદભવન ટાઉન હોલ અને તાલુકાનો સજોદ ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં સરકારનાં વિવિધ વિભાગોની વ્યક્તિલક્ષી સેવાઓનો લાભ નાગરિકોએ લીધો હતો જેમાં આવક જાતિનાં દાખલાઓ, રેશનકાર્ડને લગતી અરજીઓ વિધવા સહાય, વૃદ્ધ નિરાધાર જેવી સેવાઓનો યોજનાકીય લાભ સ્થળ પરથી લીધો હતો.
આ પ્રસંગે નગરપાલિકાનાં પ્રમુખશ્રી વિનયભાઈ વસાવા, પ્રાંત અધિકારીશ્રી રમેશભાઈ ભગોરા, કારોબારી અધ્યક્ષ સંદીપભાઈ પટેલ, શ્રી સુધીર ગુપ્તા અને ચીફ ઓફિસર સહિત નગરપાલિકાનાં સભ્યો તેમજ વિવિધ વિભાગોનાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments
Post a Comment