ભવ્ય સ્વાગત : સાઢલીનાં કરસનભાઈ આર્મીમાં 21 વર્ષ ફરજ બજાવી વતનમાં પરત ફર્યા

ભવ્ય સ્વાગત / સાઢલીનાં કરસનભાઈ આર્મીમાં 21 વર્ષ ફરજ બજાવી વતનમાં પરત ફર્યાં

 ફૈજાન ખત્રી કલારાણી તા.જેતપુર પાવી જિ.છોટાઉદેપુર. 

🔶બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં અને કારગીલ વિજય યુદ્ધનાં સહભાગી

છોટાઉદેપુર જિલ્લો એ એક આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે, જેમાંથી આશરે 700 થી 800 જેટલા આર્મી જવાનો બોર્ડર પર દેશની સુરક્ષામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે અને ફોજી ભાઈઓ જ્યારે નિવૃત્ત થયા બાદ માદરે વતન પરત ફરે છે ત્યારે તેઓનું સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં છોટાઉદેપુર જિલ્લામાંથી 300 જેટલા જવાનો માદરે વતન આવી માજી સૈનિક તરીકે સંગઠન દ્વારા સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાનાં પાવીજેતપુર તાલુકાનાં સાઢલી ગામમાં સામાન્ય કુટુંબમાં જન્મેલાં કરશનભાઈ રાઠવા વર્ષ 26 જૂન 2002 માં બોર્ડર ઓફ સિક્યુરિટી ફોર્સમાં ભરતી થયા બાદ જમ્મુ કાશ્મીર, રાજભવન દિલ્હી, પાકિસ્તાન બોર્ડર દાંતીવાડા, અને કારગીલ યુધ્ધમાં અને દેશમાં વિવિધ જગ્યાએ પર ફરજ બજાવી છેલ્લે 2 ઓગસ્ટ 2021 નાં રોજ નિવૃત્ત થતાં તેઓ માદરે વતન સાઢલી ગામે આવી પહોંચતા સ્વજનો, ગ્રામજનો અને માજી સૈનિક સંગઠન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને 21 વર્ષ ફરજ બજાવી માદરે વતન આવી પહોંચેલા ફોજી કરશનભાઈ રાઠવાનું સ્વાગત કરવા ગ્રામજનો ઝાબ ગામનાં બસ સ્ટેન્ડ પર આવી પહોંચ્યા હતાં . જયાં ફોજી ભાઈએ માતા પિતાનાં ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યાં હતાં. તેઓનાં ધર્મપત્નીએ કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું .

સગા સંબંધીઓ અને નિવૃત્ત ફોજી ભાઈઓ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયું હતું, અને ઝાબ ગામનાં બસ સ્ટેન્ડથી સાઢલી ગામમાં તેઓના ઘર સુધી ઉત્સાહભેર પહોંચ્યાં અને સાઢલી ગામનાં ગુમાણ ફળીયા સુધી રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. માદરે વતન પરત ફરેલા કરસનભાઈ રાઠવાનાં સ્વાગત અને સન્માન કાર્યક્રમમાં માજી ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા , તેમજ નિવૃત્ત આર્મી જવાનો સાથે ગ્રામજનો ઉત્સાહ સાથે ઉપસ્થિત રહી સ્વાગત કાર્યક્રમને ઉત્સવની જેમ ઉજવ્યો હતો.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

આઈડિયા ફોર ધ વિઝન વિકસિત ભારત @૨૦૪૭ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ