નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે ચાર એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
🔸ભરૂચ શહેરનાં માતરીયા તળાવની મુલાકાત લેતાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ
🔸નાયબ મુખ્યમંત્રી સહિત મહાનુભાવોએ માતરીયા તળાવનાં બગીચામાં વૃક્ષારોપણ કર્યું
ભરૂચ: નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલે રાજ્યનાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભરૂચ-અંકલેશ્વર રોડ અને નર્મદા નદી પર રૂા.૪૩૦ કરોડનાં ખર્ચે નવનિર્મિત ચાર માર્ગીય 'નર્મદામૈયા પુલ' તેમજ 'એલિવેટેડ કોરીડોર' નું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમ બાદ તેમણે ધારાસભ્ય સર્વશ્રી અરુણસિંહ રણા અને દુષ્યંતભાઈ પટેલની ધારાસભ્યશ્રી ની ગ્રાન્ટમાંથી ખરીદાયેલ ૪(ચાર) એમ્બ્યુલન્સ વાનને લીલી ઝંડી આપી હતી. ભરૂચ શહેર અને જિલ્લાની જનતાની આરોગ્ય સેવા માટે આ એમ્બ્યુલન્સ ઉપયોગી બની રહેશે.
શ્રી નીતિનભાઈ પટેલે ભરૂચ શહેરનાં આધુનિક રીતે તૈયાર થયેલ માતરીયા તળાવની મુલાકાત લઈને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી સહિત મહાનુભાવોએ માતરીયા તળાવનાં બગીચામાં વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ, અરૂણસિંહ રણા, જિલ્લા કલેક્ટરશ્રી એમ.ડી. મોડિયા, જિલ્લા પોલીસ વડાશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, સામાજિક વનીકરણ વિભાગનાં નાયબ વન સંરક્ષક શ્રીમતી ભાવનાબેન દેસાઈ, જિલ્લા આગેવાન શ્રી મારૂતિસિંહ અટોદરિયા, શ્રી જનકભાઈ બગદાણાવાળા સહિત અધિકારીઓ, નગરપાલિકાનાં સદસ્યો, શહેરીજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ: મનિષ કંસારા, ભરૂચ.
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳


Comments
Post a Comment