આઈ.ટી.આઈ. વાગરા ખાતે નવા તાલીમી પ્રવેશસત્ર ઓગષ્ટ-૨૦૨૧ માં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારો જોગ
આઈ.ટી.આઈ. વાગરા ખાતે નવા તાલીમી પ્રવેશસત્ર ઓગષ્ટ-૨૦૨૧ માં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારો જોગ
ભરૂચઃ આઈ.ટી.આઈ. વાગરા ખાતે નવા તાલીમી પ્રવેશસત્ર ઓગષ્ટ-૨૦૨૧ માં વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના ટ્રેડ/વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવતાં ઉમેદવારોએ ભરવાપાત્ર બેઠકો માટે ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થયેલ છે. પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ http://itiadmission.gujarat.gov.in અને http://talimrojgar.gujrat.gov.in વેબસાઈટ પર તા.૨૦-૦૭-૨૦૨૧ નાં રોજ સાંજે ૦૫:૦૦ કલાક સુધી પ્રવેશ ફોર્મ ભરી લેવાનું રહેશે. ઉમેદવારે ભરેલ જે તે પ્રવેશફોર્મ નજીકની કોઈપણ સરકારી/ગ્રાન્ટ-ઈન-એઈડ/સેલ્ફ ફાયનાન્સ સંસ્થાઓ ખાતે રૂબરૂમાં જઈ રજીસ્ટર કરવાની છેલ્લી તા.૨૧-૦૭-૨૦૨૧ ના રોજ સાંજે ૦૫:૦૦ કલાક સુધીનો રહેશે. પ્રવેશફોર્મ ઓનલાઈન ભરવા માટે નજીકની આઈ.ટી.આઈ. ખાતે રૂ.૨૦/- ફોર્મ ફી ભરીને તેઓના ફોર્મ ઓનલાઈન ભરી શકશે તથા ઈ-ગ્રામ સેન્ટર, પંચાયત ઘર, સાયબર કાફેનો સંપર્ક કરીને પણ ભરી શકશે. પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ તેઓની પસંદગીની એક કરતા વધારે સરકારી/ગ્રાન્ટ ઈન એઈડ/સેલ્ફ ફાયનાન્સ સંસ્થાઓ માટે એક જ સ્થળેથી ફક્ત એક જ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન પ્રવેશફોર્મની વિગતો ભર્યા બાદ ઉમેદવારે તેનું બારકોડેડ પ્રિન્ટ આઉટ મેળવી આ ફોર્મમાં જેટલી સંસ્થા માટે ફોર્મ ભરવા ઈચ્છતા હોય તે તમામ સંસ્થાઓના નામ તથા તે સંસ્થાનો કોડ નંબર લખી ફોર્મની નીચે નહિ સહિ કરી ફોર્મ સાથે તમામ જરૂરી પ્રમાણપત્રો અને બિડાણો(સ્વપ્રમાણિત) સામેલ કરી તેઓની નજીકની કોઈપણ સરકારી/ગ્રાન્ટ ઈન એઈડ/સેલ્ફ ફાયનાન્સ સંસ્થા ખાતે રૂબરૂમાં ફોર્મ દીઠ/સંસ્થાદીઠ રૂ.૫૦/- રજીસ્ટ્રેશન ફી ભરીને તેઓના ફોર્મનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
ઔદ્યોગિક તાલીમ સંસ્થા વાગરા ખાતે ભરવાપાત્ર ટ્રેડ/વ્યવસાયની વિગત (૧) એટેન્ડેડ ઓપરેટર(કેમિકલ પ્લાન્ટ) (૨) ફિટર (૩) ઈલેક્ટ્રીશીયન (૪) કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ (૫) વેલ્ડર છે એમ આચાર્ય વર્ગ-૨ ઔ.તા.સંસ્થા અને કૌ.પ્ર.કેન્દ્ર વાગરા જિ.ભરૂચે એક યાદીમાં જણાવ્યું છે.
રિપોર્ટ: મનિષ કંસારા, ભરૂચ

Comments
Post a Comment