સહકારથી છેવાડાનાં માનવીને લાભ પહોંચાડવા અનુરોધ કરતાં મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ
સહકારથી છેવાડાનાં માનવીને લાભ પહોંચાડવા અનુરોધ કરતાં મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ
સહકારથી છેવાડાનાં માનવીને લાભ પહોંચાડવા અનુરોધ કરતાં મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ
🔸શ્રી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાનાં કર્મચારીઓની કો.ઓ. ક્રેડીટ સોસાયટી દ્વારા “શ્રી પ્રવિણ - રામદાસ સહકાર ભવન” નું સહકાર રાજ્ય મંત્રીશ્રી નાં હસ્તે લોકાર્પણ
🔸સોસાયટીના ભૂતપૂર્વ હોદ્દેદારોનું શાલ ઓઢાડીને સન્માનિત કરાયાં
🔸સોસાયટીના સભાસદોના એક દિવસનાં પગારની એકત્રીત થયેલી રકમથી ખરીદેલી એમ્બ્યુલન્સ વાનને મંત્રીશ્રી તથા મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું
Advertisements
ભરૂચઃ સહકારથી જ છેવાડાનાં નાનામાં નાના માનવીને લાભ પહોંચાડવાનો છે એમ સહકાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે શ્રી ભરૂચ- નર્મદા જિલ્લા માધ્યમિક શાળાનાં કર્મચારીઓની કો.ઓ. ક્રેડીટ સોસાયટી દ્વારા નવનિર્મિત “શ્રી પ્રવિણ - રામદાસ સહકાર ભવન” નાં લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું.
રાજપૂત છાત્રાલય ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં મંત્રીશ્રીએ સહકારી મંડળીમાં સતત ૨૬ વર્ષથી અવિરત ચેરમેન પદે રહી અને ટકવું તે જ સરાહનીય છે અને તેની સાથે નાના-મોટા દરેક વ્યક્તિને મદદરૂપ થવું અગત્યનું છે ઉપરાંત ભૂતપૂર્વ હોદ્દેદારોને પણ યાદ કર્યા હતા.
આ વેળાએ ભરૂચ-નર્મદા માધ્યમિક શિક્ષક કર્મચારીઓની કો-ઓ ક્રેડીટ સોસાયટી દ્વારા સભાસદોના એક દિવસનાં પગારની એકત્રીત થયેલ રકમથી ખરીદેલ એમ્બ્યુલન્સ વાનને મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ અને ધારાસભ્યશ્રીઓ, મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે જંબુસર નાં ધારાસભ્યશ્રી સંજયસિંહ સોલંકી, વાગરા નાં ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા, ભરૂચ નાં ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલ, નાંદોદ નાં ધારાસભ્યશ્રી પી.ડી. વસાવા વિગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં અને સંસ્થાની કામગીરીને બિરદાવી હતી. આ અવસરે મંત્રીશ્રી તથા મહાનુભાવો દ્વારા સોસાયટીના ભૂતપૂર્વ હોદ્દેદારોનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરાયા હતાં.
આ સમારંભમાં સ્વાગત પ્રવચનમાં સોસાયટીના ચેરમેનશ્રી પ્રવિણસિંહ રણાએ સોસાયટીની અત્યાર સુધી થયેલ કામગીરીનો વિગતવાર અહેવાલ આપ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી નવનીતભાઈ મહેતા, જિલ્લા આગેવાન શ્રી મારૂતિસિંહ અટોદરીયા, ભરૂચ-નર્મદા જિલ્લા શૈક્ષણિક કો-સો સોસાયટીના કારોબારી સમિતિના સભ્યો, ભૂતપૂર્વ હોદ્દેદારશ્રી ભીખુભાઈ હાંસોટી, મેનેજરશ્રી હિતેષભાઈ ભટ્ટ વિગેરે મહાનુભાવો, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં શૈક્ષણિક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ:- મનિષ કંસારા, ભરૂચ.
📱 63529 18965
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳



















Comments
Post a Comment