ભરૂચ જિલ્લામાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ

ભરૂચ જિલ્લામાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ

🔶ધોરણ-૧૦ (SSC) ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાના પ્રથમ દિવસે ગુજરાતી વિષયની પરીક્ષામાં ૧૫૫૦ વિદ્યાર્થીઓ હાજર : ૨૩૯ ની ગેરહાજરી

🔶ધોરણ-૧૦ (SSC) ના અંગ્રેજી વિષય નવામાં ૪૬ હાજર ૧૫ ગેરહાજર જુના માં ૨૩ હાજર ૨ ગેરહાજર 

🔶ધોરણ-૧૨ (HSC) સામાન્ય પ્રવાહમાં કોમ્પ્યુટર વિષયમાં ૩૧૮ વિધાર્થીઓ હાજર : ૫૭ ની ગેરહાજરી    


ભરૂચઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી ધોરણ-૧૦(SSC) અને ધોરણ-૧૨(HSC) ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની જાહેર પરીક્ષાઓનો આજે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીનાં પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ આજે તા.૧૫ મી જુલાઇ, ૨૦૨૧ ના રોજ પ્રથમ દિવસે સવારે ધોરણ-૧૦ માં ગુજરાતી વિષયની પરીક્ષા માટે નોંધાયેલા કુલ-૧૭૮૯ વિદ્યાર્થીઓ પૈકી ૧૫૫૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૨૩૯ વિદ્યાર્થીઓ તેમાં ગેરહાજર રહ્યાં હતાં. તેમજ અંગ્રેજી નવા કોર્ષમાં કુલ-૬૧ પૈકી-૪૬ હાજર ૧૫ ગેરહાજર જ્યારે જૂના કોર્ષમાં કુલ-૨૫ પૈકી ૨૩ હાજર ૨ વિદ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઈ હતી. 

           તેવી જ રીતે, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં કોમ્પ્યુટર વિષયની પરીક્ષામાં નોંધાયેલા કુલ-૩૭૫ વિદ્યાર્થીઓ પૈકી ૩૧૮ ની હાજરી અને ૫૭ વિદ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઇ હતી અને ચિત્રકામમાં કુલ-૧૮ પૈકી ૧૬ હાજર ૨ ગેરહાજર, નામાનામૂળ તત્વોમાં કુલ-૬૭૫ પૈકી ૫૭૨ હાજર ૧૦૩ ગેરહાજર, સામાજિક વિજ્ઞાનમાં કુલ-૨ પૈકી ૨ હાજર અને ઉદ્યોગ સાહશિકતામાં કુલ-૨ પૈકી ૨ ગેરહાજરી નોંધાઈ હતી. તે જ રીતે ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ભૈતિક વિજ્ઞાન નવા કોર્ષમાં કુલ-૮૪૯ પૈકી ૭૯૨ હાજર ૫૭ ગેરહાજર હતા અને જુના કોર્ષમાં કુલ-૩૩૫ પૈકી ૩૧૬ હાજર ૧૯ ગેરહાજરી નોંધાઈ હતી.   


🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ

ભારત સરકારનાં ગૃહ મંત્રી અમિત શાહ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા