આઈ.ટી.આઈ. અંકલેશ્વર ખાતે નવાં તાલીમી પ્રવેશસત્ર ઓગષ્ટ-૨૦૨૧ માં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારો જોગ

 આઈ.ટી.આઈ. અંકલેશ્વર ખાતે નવાં તાલીમી પ્રવેશસત્ર ઓગષ્ટ-૨૦૨૧ માં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારો જોગ

ભરૂચઃ આઈ.ટી.આઈ. અંકલેશ્વર ખાતે નવા તાલીમી પ્રવેશસત્ર ઓગષ્ટ-૨૦૨૧માં વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના ટ્રેડ/વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ભરવાપાત્ર બેઠકો માટે ઓનલાઇન પ્રવેશફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થયેલ છે. પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ https://itiadmission.gujarat.gov.in અને https://talimrojgar.gujrat.gov.in વેબસાઈટ પર તા.૦૩/૦૭/૨૦૨૧ થી તા.૨૦/૦૭/૨૦૨૧ ના રોજ સાંજે ૦૫:૦૦ કલાક સુધી પ્રવેશ ફોર્મ ભરી લેવાનું રહેશે. ઉમેદવારે ભરેલ જે તે પ્રવેશફોર્મ નજીકની કોઈપણ સરકારી/ગ્રા‍ન્ટ-ઈન-એઈડ/સેલ્ફ ફાયના‍ન્સ સંસ્થાઓ ખાતે રૂબરૂમાં જઈ રજીસ્ટર કરવાની છેલ્લી તા.૨૧/૦૭/૨૦૨૧ ના રોજ સાંજે ૦૫:૦૦ કલાક સુધીનો રહેશે. પ્રવેશફોર્મ ઓનલાઈન ભરવા માટે નજીકના ઈ-ગ્રામ સે‍ન્ટર, પંચાયત ઘર, સાયબર કાફેનો સંપર્ક કરીને ભરી શકશે. પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ તેઓની પસંદગીની એક કરતા વધારે સરકારી/ગ્રા‍ન્ટ ઈન એઈડ/સેલ્ફ ફાયના‍ન્સ સંસ્થાઓ માટે એક જ સ્થળેથી ફક્ત એક જ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન પ્રવેશફોર્મની વિગતો ભર્યા બાદ ઉમેદવાર તેનું બારકોડેડ પ્રિ‍ન્ટ આઉટ મેળવી આ ફોર્મમાં જેટલી સંસ્થા માટે ફોર્મ ભરવા ઈચ્છતા હોય તે તમામ સંસ્થાઓના નામ તથા તે સંસ્થાનો કોડ નંબર લખી ફોર્મની નીચે સહિ કરી ફોર્મ સાથે તમામ જરૂરી પ્રમાણપત્રો અને બિડાણો(સ્વપ્રમાણિત) સામેલ કરી તેઓની નજીકની કોઈપણ સરકારી/ગ્રા‍ન્ટ ઈન એઈડ/સેલ્ફ ફાયના‍ન્સ સંસ્થા ખાતે રૂબરૂમાં ફોર્મ દીઠ/સંસ્થાદીઠ રૂ।.૫૦/- રજીસ્ટ્રેશન ફી ભરીને તેઓના ફોર્મનું રજીસ્ટેશન કરવાનું રહેશે. એમ આચાર્ય વર્ગ-૧ ઔ.તા.સંસ્થા અને કૌ.પ્ર.કેન્દ્ર અંકલેશ્વર જિ.ભરૂચે એક યાદીમાં જણાવ્યું છે. 

રિપોર્ટ: મનિષ કંસારા, ભરૂચ.

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳


Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ

ભારત સરકારનાં ગૃહ મંત્રી અમિત શાહ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા