અંગત જીવનની ડાયરી નાં વિચારો અંતગર્ત એક નવો વિચાર: 'પડાવ'

અંગત જીવનની ડાયરી નાં વિચારો અંતગર્ત એક નવો વિચાર:'પડાવ'
ગૌતમ દવે

                                 પડાવ

    ધર્મ શાસ્ત્રો અનુસાર ૮૪ લાખ યોનિ માંથી કોઈ એક યોનિ માં દરેક જીવ કર્મ ને આધિન જન્મ લે છે, જીવે છે અને મૃત્યુ પામે છે... આ જીવનકાળ દરમિયાન દરેક જીવ પોતાના જીવન ના 'વિવિધ પડાવ' માંથી સંઘર્ષ કરતાં પસાર થાય છે... એમાંય મનુષ્ય તરીકે જન્મ મળવો સવિશેષ છે કારણકે મનુષ્ય ને કુદરત દરેક યોનિ કરતાં વિશેષ બૌધ્ધિક ક્ષમતા આપેલ છે આથી મનુષ્ય જીવનકાળ ના દરેક 'પડાવ' દરમિયાન કર્મમાં આ બૌધ્ધિક ક્ષમતા નો ઉપયોગ કરીને કરે છે અને પોતાનું જીવન ભાઠું તૈયાર કરે છે...

   હવે આપણે વાત કરીએ મનુષ્યના જીવનમાં આવતા 'પડાવ' વિશે :  શારીરિક અવસ્થા ને ધ્યાન માં લઈએ તો 'પાંચ પડાવ' (૧) બાલ્યાવસ્થા (૨) તરૂણાવસ્થા (૩) યુવાવસ્થા (૪) પ્રૌઢાવસ્થા અને (૫) વૃધ્ધાવસ્થા...  આ દરેક પડાવ માં મનુષ્ય શરીરમાં વિવિધ શારિરીક પરિવર્તન આવતાં હોય છે અને એ પ્રમાણે સતત કર્મ ને આધિન સંઘર્ષ કરતો રહે છે....

    માનસિક અવસ્થા એ શારીરિક અવસ્થા નાં 'વિવિધ પડાવ' ઉપરાંત આર્થિક અને સામાજિક સ્થિતિ ને આધિન હોવાથી સતત પરિવર્તનશીલ હોય છે... કારણ કે મનુષ્ય જીવનકાળ દરમિયાન આ દરેક પડાવ માં નિર્માણ પામતી પરિસ્થિતિ અને એ દરમિયાન થતું કર્મ માનસિક્તા પર અસર કરતી હોય છે....

   મનુષ્ય સૌથી વધુ સંઘર્ષ 'યુવાવસ્થા' અને 'પ્રૌઢાવસ્થા' નાં 'પડાવ' દરમિયાન કરતો હોય છે... કારણકે આ એક એવો પડાવ હોય છે જેમાં આગળના જીવન ને અનુલક્ષીને કેરિયર બનાવવાનું હોય છે અને સાથે કૌટુંબિક જીવન આગળ ધપાવવા ડગલાં માંડવાના હોય છે સાથે સામાજિક જવાબદારીઓનું નિર્વહન કરવાનું હોય છે... આ 'પડાવ' દરમિયાન દરેક મનુષ્ય એક વિશેષ લાગણીની હુંફની અપેક્ષા રાખતો હોય છે, એક એવાં અડીખમ સાથ ની રાહ જોતો હોય છે કે દરેક પરિસ્થિતિમાં સાથે ઉભો હોય.... આ 'પડાવ' માં ઉદ્દભવતી સમસ્યામાં એક સાચા માર્ગદર્શન ની ઝંખના કરતો હોય છે.... શારિરીક અને માનસિક રીતે થાક લાગે ત્યારે એક વિસામા ને શોધતો હોય છે... અને આ 'પડાવ' દરમિયાન તમામ જરૂરિયાતો જો મળી રહે તો મનુષ્ય ખુશખુશાલ રહે છે પરંતુ ઘણીવાર જીવનમાં એવા પણ 'પડાવ' આવે છે જ્યાં પોતાની જાતને નિઃસહાય અનુભવી રહ્યો હોય છે, એવું અનુભવે કે બસ હવે જીંદગી નો અંત... એને આ 'પડાવ' દરમિયાન દુર દુર સુધી એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નાં દેખાતો હોય... ત્યારે એ થાકી જાય છે અને એક ઈશ્વર પ્રત્યે ઉમ્મીદ લગાવી ને બેસે છે કે કંઈક સારું થશે...

   છેલ્લે એટલું કે મનુષ્ય જીવનકાળ નાં આ 'દરેક પડાવ' માં મનુષ્ય ખુશખુશાલ રહે, તંદુરસ્તમય રહે અને ભગવાન ની કૃપા રહે એ જ કામનાં....


લેખક : ગૌતમ દવે (શિક્ષક)

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳


Comments

  1. જીવનમાં તમામ પ્રકારના મિત્રો પણ કર્મને આધિન જ મળે છે.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ

ભારત સરકારનાં ગૃહ મંત્રી અમિત શાહ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા