નર્મદા મૈયા બ્રીજનું નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલને હસ્તે થનાર ઉદ્ઘાટન

નર્મદા મૈયા બ્રીજનું નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલને હસ્તે થનાર ઉદ્ઘાટન

🔸કલેક્ટર ડૉ. એમ.ડી. મોડિયા નાં અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ સંદર્ભે બેઠક યોજાઈ 


ભરૂચઃ તા.૧૨ મી જુલાઈ-૨૦૨૧ ને સોમવારના રોજ અંદાજે ૪૦૦ કરોડથી વધુ ખર્ચથી તૈયાર થયેલ “નર્મદા મૈયા બ્રીજ”નું નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના હસ્તે ઉદઘાટન થનાર છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી. મોડિયા નાં અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીનાં સભાખંડમાં બેઠક યોજાઈ હતી. 

આ બેઠકમાં કલેક્ટર શ્રીએ સભા, સ્ટેજ, મંડપ, ડાયસ પ્લાન વિગેરે વ્યવસ્થા બાબતે સબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા-વિચારણા અને માર્ગદર્શન આપી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ કાર્યક્રમનું સુંદર આયોજન થાય તે જોવા સૂચન કર્યું હતું.  નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલ, પ્રાંત અધિકારીશ્રી એન.આર. પ્રજાપતિ, માર્ગ-મકાનના અધિકારીશ્રી અનિલ વસાવા, ટ્રેની પોલીસ અધિકારી વિગેરે ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.   

રિપોર્ટ: મનિષ કંસારા, ભરૂચ



🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Post a Comment

Popular posts from this blog

ભરૂચમાં વહેલી સવારે અણધાર્યા વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

સોમનાથનાં સાનિધ્યમાં દિવાળીનાં તેહવારો પર અનેક વિધ ધાર્મિક અને યાત્રી લક્ષી આયોજનો...