Posts

Showing posts from October, 2024

સોમનાથનાં સાનિધ્યમાં દિવાળીનાં તેહવારો પર અનેક વિધ ધાર્મિક અને યાત્રી લક્ષી આયોજનો...

Image
સોમનાથનાં સાનિધ્યમાં દિવાળીનાં તેહવારો પર અનેક વિધ ધાર્મિક અને યાત્રી લક્ષી આયોજનો...  સોમનાથનાં સાનિધ્યમાં દિવાળીનાં તેહવારો પર અનેક વિધ ધાર્મિક અને યાત્રી લક્ષી આયોજનો... શ્રી સોમનાથ મંદિરમાં રંગોળી, મંદિરનું દીવડાઓથી સુશોભન, મહાદેવને દીપમાળા, વિશેષ શ્રૃંગાર, ઓનલાઈન અને પ્રત્યક્ષ લક્ષ્મી પૂજન, અન્નકૂટ મનોરથ સહિતનાં ધાર્મિક આયોજન ટ્રસ્ટનાં તમામ ગેસ્ટ હાઉસ ને રોશની, રંગોળીથી સુશોભિત કરી રાત્રે યાત્રીઓ સાથે ટ્રસ્ટ પરિવાર દીપોત્સવી ઉજવશે ગુજરાત ની વાચા  મનિષ કંસારા  સોમનાથ: આગામી દિવાળી મહોત્સવ-2024 અંતર્ગત શ્રી સોમનાથ મંદિર ખાતે અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. વિવિધ મુહૂર્ત અને દિવસો દરમિયાન ભક્તજનો માટે વિશેષ શૃંગાર અને પૂજાઓની આયોજનો રાખવામાં આવ્યા છે. દિવાળીનાં પાંચ દિવસ માટે ભક્તિપૂર્ણ આયોજન કરાયેલા છે.     રંગોળી, વિશેષ શ્રૃંગાર અને પ્રકાશમાન પરિસર:    દર વર્ષની જેમ આ વર્ષે પણ દિપાવલી પર્વે શ્રી સોમનાથ મંદિર પરિસરમાં ટ્રસ્ટ પરિવાર દ્વારા ભકતો સાથે મળીને નૃત્ય મંડપમાં વિશેષ રંગોળી તૈયાર કરવામાં આવશે. સમગ્ર મંદિર પરિસરને હજારો દિવડ...

ભરૂચ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ફુડ સેફ્ટી પખવાડિયા અંતર્ગત ચેકીંગ ડ્રાઇવ યોજાઇ

Image
ભરૂચ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ફુડ સેફ્ટી પખવાડિયા અંતર્ગત ચેકીંગ ડ્રાઇવ યોજાઇ  🔶ખોરાક અને ઔષધ નિયમન વિભાગ, ભરૂચ દ્વારા ફુડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી અંર્તગત અવેરનેસ કાર્યક્રમો યોજાયા 🔶ખોરાક અને ઔષધ નિયમન વિભાગ, ભરૂચ દ્વારા ભેળસેળ કરતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી ગુજરાત ની વાચા  મનિષ કંસારા  ભરૂચ: ગુજરાત રાજ્યનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકનાં ખોરાક અને ઔષધ નિયમન વિભાગ, ભરૂચ દ્વારા ૧૭ મી ઓક્ટોબર સુધી ફુડ સેફ્ટી પખવાડિયા ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ફુડ સેફ્ટી પખવાડિયું -૨૦૨૪ અને દિવાળી તહેવારને ધ્યાને લઈને કરવાની થતી કામગીરી નિમિત્તે ખાદ્યચીજ નાં નમુના લેવાની કામગીરી ફુડ સેફ્ટી અવેરનેસની કામગીરી સ્કૂલોમાં તેમજ ખાદ્યચીજોના તમામ વેપારીઓને ત્યાં તથા લાયસન્સ/રજીસ્ટ્રેશન ની કામગીરી હાથ ધરવાની કામગીરી કરવામાં આવી હતી.    આ પખવાડિયા નિમિત્તે ખાણીપીણીનાં વેપાર કરતા વેપારીઓ માટે જાહેર લાયસન્સ/રજીસ્ટેશનનો કેમ્પ યોજી  ૧૧૬ રજિસ્ટેશન તથા ૧૮ લાયસન્સ વેપારીઓને સ્થળ પર જ આપવામાં આવ્યા હતા.  ફુડ સેફ્ટી ઓન વ્હીલસ દ્વારા ભરૂચની ૨૦ જે...

દર્દીનાં દર્દમાં રાહત માટે શુકલતીર્થ આરોગ્ય કેન્દ્રમાં અદાણી ફાઉન્ડેશનનો સહયોગ

Image
દર્દીનાં દર્દમાં રાહત માટે શુકલતીર્થ આરોગ્ય કેન્દ્રમાં અદાણી ફાઉન્ડેશનનો સહયોગ 🔸 નવરાત્રીનાં દિવસોમાં શુકલતીર્થ પીએચસી અદાણી ફાઉન્ડેશન નાં સહકારથી સશક્ત થયું 🔸રોગ નિદાન માટે જરૂરી તપાસ સાધનો અર્પણ કરાયા, આરોગ્ય વિભાગ અને અદાણી ફાઉન્ડેશન નાં અધિકારી હાજર રહ્યા મનિષ કંસારા  ભરૂચ : ભરૂચના ઐતિહાસિક શુકલતીર્થ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને વધુ સશક્ત કરવાનું કાર્ય અદાણી ફાઉન્ડેશન નાં સહકારથી નવરાત્રીનાં દિવસોમાં થયું છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા HBA1C એનેલાઈઝર, બ્લડ સેલ કાઉન્ટર અને સેમી ઓટો બાયો કેમેસ્ટ્રી મશીન જેવા રોગના નિદાન માટે જરૂરી સાધનનો સહયોગ આપવામાં આવ્યો છે. આ મશીન એવું છે કે એના દ્વારા ૯૮ પ્રકારનાં લોહી રિપોર્ટ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરી શકાશે. આ સુવિધા અહી મળવાથી હવે શુકલતીર્થ કે આસપાસનાં દર્દીને ભરૂચ સુધી જવાની જરૂર નહીં પડે અને ઘર નજીક નિઃશુલ્ક તપાસ થઈ શકશે. ગતવર્ષે ભરૂચ જિલ્લામાં નર્મદા નદીનાં કાંઠાનાં ગામોમાં પૂર આવ્યું હતું, એ સમયે અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કર્યું હતું. એ વાતને જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડૉ.જે. એસ. દુલેરાએ ય...

ભરૂચ જિલ્લામાં નવી બે એમ્બ્યુલન્સને રીબીન કાપી લોકો માટે ખુલ્લી મુકતા જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારી

Image
ભરૂચ જિલ્લામાં નવી બે એમ્બ્યુલન્સને રીબીન કાપી લોકો માટે ખુલ્લી મુકતા જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારી   ગુજરાત ની વાચા  મનિષ કંસારા  ભરૂચ: ભરૂચ જિલ્લામાં નવી બે ૧૦૮ એમ્બ્યુલન્સને જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે નાં હસ્તે રીબીન કાપી લોકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી. કોઇ પણ આપત્તિગ્રસ્ત અને આપાતકાલિન સ્થિતિમાં કોઇ પણ સ્થળે અને કોઇ પણ સમયે તાત્કાલિક મેડીકલ સારવાર અને મદદ માટે સૌ કોઇ ના મોઢે એક જ નામ હોય છે અને તે છે ૧૦૮ એમ્બ્યુલન્સ. ભરૂચ જિલ્લામાં ગુજરાત સરકાર અને ઈ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસનાં સંયુક્ત ઉપક્રમે ૧૪ જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત છે. ૧૪ એમ્બ્યુલન્સ પૈકી અંક્લેશ્વર તાલુકાની અને વાલિયા તાલુકાની એમ્બ્યુલન્સ સરકારી ગાઈડ લાઈન મુજબ યોગ્ય રીતે કાર્યરત ન હોવાથી તેની જગ્યાએ અદ્યતન સુવિધાવાળી નવી બે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.     આ ૧૦૮ એમ્બ્યુલન્સ નવીન ટેકનોલોજીથી સુસજ્જ છે. જેમાં ઓક્સિજનની સુવિધા, AMBU Bag (મેન્યુઅલ ઓક્સિજનની સુવિધા), Suction મશીન, Vital Kit, ત્રણ પ્રકારનાં સ્ટ્રેચર (Collapsi...