રાજપીપળા પો.સ્ટે. વિસ્તારનાં માંડણ ગામ પાસે હાઇ-વે ઉપર રાત્રી દરમિયાન ટ્રક ચાલકને લૂંટીને ફરાર થયેલ આરોપીઓને ગુનાનાં કામે ગયેલ મુદ્દામાલ સાથે ગણતરીનાં કલાકમાં ઝડપી પાડી ધાડનો ગુનો ડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદા
રાજપીપળા પો.સ્ટે. વિસ્તારનાં માંડણ ગામ પાસે હાઇ-વે ઉપર રાત્રી દરમિયાન ટ્રક ચાલકને લૂંટીને ફરાર થયેલ આરોપીઓને ગુનાનાં કામે ગયેલ મુદ્દામાલ સાથે ગણતરીનાં કલાકમાં ઝડપી પાડી ધાડનો ગુનો ડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદા મનિષ કંસારા દ્વારા નર્મદા: સંદીપ સિંહ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા પ્રશાંત સુબે, પોલીસ અધિક્ષક, નર્મદાનાં ઓએ જિલ્લામાં બનતા મિલકત સંબંધીત ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ ભારે ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના સુચનાઓ નાં પગલે જે. બી. ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાનાં ઓ તથા એલ.સી.બી. સ્ટાફનાં પોલીસ માણસો વી.વી.આઇ.પી. મુવમેન્ટ અનુસંધાને સાગબારાથી રાજપીપળા તરફ પરત આવતા હતાં દરમિયાન માંડણ ગામ પાસે ઢાળ ઉતરતા ડેડીયાપાડા તરફનાં જવાનાં મોઢે એક મહારાષ્ટ્ર પાર્સિંગની ટ્રક રોડ સાઇડમા ઉભેલ હોય અને નીચે રોડ ઉપર ઉભેલા ટ્રકનાં ડ્રાઇવર અને ક્લીનરે પોલીસની ગાડીને રોકીને જણાવેલ કે, અંદાજે અડધો કલાક પહેલા કાળા કલરની મોટર સાયકલ ઉપર ત્રણ સવારી માણસોએ અમારી ટ્રક આગળ મોટર સાયકલ આડી કરી ટ્રકનાં આગળનાં કાચ ઉપર પથ્થર મારી કાચ તોડી નાખી ત્રણેય ઈસમો ડ્રાઇવ...