આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઘરે ઘરે સર્વે કરી લોકોને સમજ આપી મચ્છર ઉત્પત્તિ નાં સ્થાનો શોધી પોરાનાશક કામગીરી કરાઈ
🔸ડેન્ગ્યુને સામાન્ય તાવ માની સારવાર ન કરવામાં આવે તો મૃત્યુનું જોખમ વધી શકે : ડૉ. જે. એસ. દુલેરા- જિલ્લા આરોગ્ય અધિકારી
🔸ડેન્ગ્યુની સારવાર માટે કોઈ ખાસ દવા કે રસી ઉપલબ્ધ નથી પરંતુ સારવાર જ એક માત્ર ઉપાય
મનિષ કંસારા દ્વારા
ભરૂચ: દર વર્ષે ૧૬ મે ના રોજ “રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ”ની ઉજવણી મચ્છરજન્ય રોગ અને તાવ વિશે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવે છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૩માં આ રોગની નાબૂદી માટે ‘‘Harness partnership to defeat Dengue’’ થીમ સાથે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ડેન્ગ્યુનો તાવ પીડાદાયક છે. જો યોગ્ય સારવાર ન કરવામાં આવે તો મૃત્યુનું જોખમ પણ વધી શકે છે.
ડેન્ગ્યુનો તાવ એ એક પીડાદાયક અને મચ્છરજન્ય રોગ છે. મચ્છરની વિશેષ પ્રજાતિ એડીસ પ્રજાતિઓને કારણે ફેલાય છે. આ મચ્છરો મેલેરિયાના વાઇરસનું વહન કરે છે જે મનુષ્યમાં મચ્છરજન્ય બીમારીનું કારણ બને છે. ઘણીવાર લોકોને ખબર પણ નથી પડતી કે આ તાવ ચેપજન્ય અને ગંભીર છે. ડેન્ગ્યુનાં લક્ષણોમાં સતત તાવ, સાંધા તથા માંસ-પેશીઓમાં દુખાવો, ચામડી ઉપર ચકામા, થાક લાગવો અને ગભરામણ થવી તેને લોકો સામાન્ય ગણી કાઢે છે જે લાંબા ગાળે હાનિકારક બની શકે છે. જેથી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઘરે ઘરે સર્વે કરી લોકોને સમજ આપી મચ્છર ઉત્પત્તિ નાં સ્થાનો શોધી પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે.
આ અંગે જિલ્લા મલેરિયા અધિકારી ડો. નિલેશ પટેલે જણાવ્યું કે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનાં માર્ગદર્શન હેઠળ જિલ્લાની પી.એચ.સી. અને પી.એચ.સી.ના સ્ટાફ દ્વારા કાયમી અને હંગામી બ્રીડીંગ સ્થળ જેવા કે, હવાડા, કુવા, હોજ અને તળાવ સહિતનાં સ્થળો પર મચ્છર નાશક કામગીરી કરવામાં આવે છે. આ સિવાય ઘર-સ્કૂલોમાં પણ તપાસ કરવામાં આવે છે. જિલ્લામાં પીપડું, કુંડા, ટાયર અને ફ્રીઝ સહિતનાં પાત્રો ચેક કર્યા હતા. મચ્છરોના પોરા મળતા પાત્રોમાં ટેમીફોસ પ્રવાહી નાંખવાની કામગીરી કરવામાં આવી હતી.
ડેન્ગ્યુને કેમ ગંભીર ગણવામાં આવે છે ?
ભરૂચ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એસ. દુલેરાએ જણાવ્યું કે, માદા ચેપી મચ્છર કરડવાથી આ રોગ થાય છે. જે લોહીમાં સફેદ કણને ખાઈ છે. માનવ શરીરમાં સફેદ કણ કુલ ૪૦૦૦ થી ૧૧૦૦૦ હોય છે. જો આ કણ ઘટીને ૧૫૦૦ થઈ જાય તો માનવ શરીરની ચામડીમાંથી લોહી આવે છે અને માનવી મૃત્યુ પણ પામે છે. જેથી ડેન્ગ્યુ રોગથી બચવા માટે લોકોને જાગૃત કરી પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે. આ સિવાય શિબિર આયોજન, પત્રિકા વિતરણ, પોરા નિદર્શન અને પોરાભક્ષક માછલી નિદર્શન જેવા માધ્યમો થકી આ રોગનો ફેલાવો અટકાવવાની કામગીરી કરવામાં આવે છે.
ડેન્ગ્યુ અટકાવવા માટેનાં ઉપાયો
ઘરની આસપાસ ખાનગી/કોમન પ્લોટમાં પાણીનાં ભરાવાને દૂર કરવુ, પાણીની ટાંકી તથા સંગ્રહ કરવાનાં વાસણો જેવા કે, કેરબા, પીપડું, માટલા, ડોલ, હોજ જેવી જગ્યાએ આ મચ્છરો ઉત્પન્ન થાય છે. જેથી આવા પાણી સંગ્રહના સાધનો ખુલ્લા ન રાખી હવા ચુસ્ત ઢાંકવુ અથવા કપડાથી બાંધી દેવુ, સંગ્રહેલા પાણીને દર ત્રીજા દિવસે એક વાસણમાંથી બીજા વાસણમાં ગાળી ઉત્પન્ન થયેલા પોરાઓનો નાશ કરવો અને મચ્છરોના ઇંડાના નાશ માટે વાસણોના તળિયા ખૂબ ઘસીને સાફ કરવા અને પાણીનાં મોટા હોજ અને ટાંકામાં પોરા ભક્ષક માછલી આરોગ્ય કેન્દ્રમાંથી લાવીને નાંખવી હિતાવહ છે.
#gujaratnivacha
આપની માહિતી આપવા સંપર્ક કરો
📱+91 94085 74521, +91 94286 73391
🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
Comments
Post a Comment