જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ગુજરાત સ્થાપના દિવસ અને રાષ્ટ્રીય શ્રમ દિવસ અંતર્ગત આસિસ્ટન્ટ ડ્રેસ મેકર તાલીમના તાલિમાર્થીઓને ડેક્કન ફાઈન કેમિકલ્સ લિમિટેડની સહાયથી સિલાઈ મશીનો અર્પણ કરાયા
#gujaratnivacha
ભરૂચ: સીએસઆર પ્રોગ્રામ હેઠળ ડેક્કન ફાઈન કેમીક્લ્સ લિમિટેડ દ્વારા ભરૂચની સુપ્રસિદ્ધ સ્કિલ ટ્રેંનિગ સંસ્થા જન શિક્ષણ સંસ્થાનનાં માધ્યમથી ભરૂચના પશ્ચિમ વિસ્તારમા આવેલ માછી ખારવા સમાજની બહેનો માટે આસિસ્ટન્ટ ડ્રેસ મેકર તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ તાલીમ કાર્યક્રમમાં ૪૦ બહેનોએ સંતોષકારક તાલીમ પૂર્ણ કરેલ છે. તમામ બેહેનોને ડેક્કન ફાઈન કેમીક્લ્સ લિમિટેડ દ્વારા ફુલ શટલનાં પ્રોફેસનલ સીલાઈ મશીન વિનામૂલ્યે અર્પણ કરી બહેનોને સ્વરોજગારી પ્રાપ્ત કરવા માટે અનેરી તક પૂરી પાડી છે.
ગુજરાત સ્થાપના દિન તેમજ રાષ્ટ્રીય મજૂર દિવસ અંતર્ગત મહાનુભાવોનાં હસ્તે બહેનોને પ્રમાણપત્ર તેમજ સિલાઈ મશીન સાથેની કીટ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ શહેરનાં સામાજીક આગેવાન ઈન્દિરાબેન રાજ, જન શિક્ષણ સંસ્થાનનાં નિયામક ઝયનુલ સૈયદ, ડેક્કન ફાઈન કેમીક્લ્સના વિપુલભાઈ રાણા તથા ડેક્કન વુમેન્સ ક્લબનાં સભ્ય બહેનો અને મિસ્ત્રી સમાજનાં આગેવાનો સુનીલભાઈ મિસ્ત્રી, મહેશભાઈ મિસ્ત્રી વગેરેના ઓ ઉપસ્થિત રહ્યા હતાં અને બહેનોને પોતાની સ્વરોજગારી શરૂ કરવા માટે આશિર્વચન પાઠવ્યા હતાં. કાર્યક્રમનાં અંતે જન શિક્ષણ સંસ્થાનનાં લાઈવલી હુડ કોઓર્ડીનેટર ક્રિષ્ણાબેન કઠોલિયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને સમુહમાં રાષ્ટ્રગાન ગાઈ સમાપન કર્યુ હતું.
#gujaratnivacha
આપની માહિતી આપવા સંપર્ક કરો
📱+91 94085 74521 +91 94286 73391
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
Comments
Post a Comment