આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઘરે ઘરે સર્વે કરી લોકોને સમજ આપી મચ્છર ઉત્પત્તિ નાં સ્થાનો શોધી પોરાનાશક કામગીરી કરાઈ
આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઘરે ઘરે સર્વે કરી લોકોને સમજ આપી મચ્છર ઉત્પત્તિ નાં સ્થાનો શોધી પોરાનાશક કામગીરી કરાઈ 🔸ડેન્ગ્યુને સામાન્ય તાવ માની સારવાર ન કરવામાં આવે તો મૃત્યુનું જોખમ વધી શકે : ડૉ. જે. એસ. દુલેરા- જિલ્લા આરોગ્ય અધિકારી 🔸ડેન્ગ્યુની સારવાર માટે કોઈ ખાસ દવા કે રસી ઉપલબ્ધ નથી પરંતુ સારવાર જ એક માત્ર ઉપાય મનિષ કંસારા દ્વારા ભરૂચ: દર વર્ષે ૧૬ મે ના રોજ “રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ”ની ઉજવણી મચ્છરજન્ય રોગ અને તાવ વિશે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવે છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૩માં આ રોગની નાબૂદી માટે ‘‘Harness partnership to defeat Dengue’’ થીમ સાથે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ડેન્ગ્યુનો તાવ પીડાદાયક છે. જો યોગ્ય સારવાર ન કરવામાં આવે તો મૃત્યુનું જોખમ પણ વધી શકે છે. ડેન્ગ્યુનો તાવ એ એક પીડાદાયક અને મચ્છરજન્ય રોગ છે. મચ્છરની વિશેષ પ્રજાતિ એડીસ પ્રજાતિઓને કારણે ફેલાય છે. આ મચ્છરો મેલેરિયાના વાઇરસનું વહન કરે છે જે મનુષ્યમાં મચ્છરજન્ય બીમારીનું કારણ બને છે. ઘણીવાર લોકોને ખબર પણ નથી પડતી કે આ તાવ...