પ્રજાસતાક દિન ૨૬મી જાન્યુઆરી નિમિત્તે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા અનોખી રીતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
ભરૂચ: આજરોજ ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા સ્થાપિત જિલ્લાની અગ્રણી સ્કીલ ટ્રેનીંગ સંસ્થા જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ૭૪ માં પ્રજાસતાક પર્વ નિમિત્તે સંસ્થાન નાં કેમ્પસ ખાતે નિયામક અને સભ્ય સચિવ ઝયનુલ આબેદીન સૈયદ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટનાં સભ્ય કે. કે. રોહિતની પ્રેરક ઉપસ્થિતિમાં આ વર્ષ જન ભાગીદારી વર્ષ તરીકે ઉજવવા તેમજ બેટી બચાવો બેટી પઢાવો અને બેટી વધાવો મિશનને પ્રોત્સાહિત કરવા હાજર જનોમાં સૌથી નાની વયની દિકરી જે ઈકરા ઇંગ્લીશ સ્કુલની ધો-૩ની વિદ્યાર્થીની કુ.તસ્બીહા જી. શેખનાં હસ્તે અનોખી રીતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રધ્વજને સલામી આપી સૌએ રાષ્ટ્રગાન રજુ કર્યું હતું.
પ્રાસંગિક પ્રવચનમાં કે. કે. રોહીત એ વિદ્યાર્થીઓને ભારતનાં બંધારણની સમજ આપી દિકરીઓને આગળ આવવા આહવાન કર્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન હેતલબેન પટેલે કર્યું હતું. જ્યારે સંસ્થાનનાં સ્ટાફ સભ્યો ક્રિષ્ણાબેન કઠોલીયા, જે. એસ. કાગઝી, એમ. એચ. શેખ, ઝેડ. એમ. શેખ, ગીતાબેન સોલંકી તથા મુઝફ્ફર કુરેશી, ધનસુખલાલ મોદી તથા મોટી સંખ્યામાં તાલીમાર્થી ભાઈ–બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.
આપની માહિતી આપવા સંપર્ક કરો
મનિષ કંસારા
#manishkansara
📱+91 63529 18965
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment