ભરૂચ શહેરી વિસ્તારમાં સ્કીલ ડેવલપમેન્ટ અંગે ત્રીજા ટ્રેનીંગ સેન્ટરનો શુભારંભ કરાયો
🔸 ફાઈન કેમિકલ્સ ઈન્ડિયા પ્રા.લી. અંકલેશ્વરનાં સીએઆર ઈનિસેટીવ દ્વારા ભરૂચ શહેરી વિસ્તારમાં સ્કીલ ડેવલપમેન્ટ અંગે ત્રીજા ટ્રેનીંગ સેન્ટરનો શુભારંભ કરાયો.
✍ મનિષ કંસારા
ભરૂચ: ભરૂચ જિલ્લામાં સ્કીલ તાલીમ પુરી પાડતી અગ્રણી સંસ્થા જન શિક્ષણ સંસ્થાનનાં માધ્મથી ડેક્કન ફાઈન કેમિકલ્સ અંક્લેશ્વર દ્વારા ભરૂચ શહેરી વિસ્તારમાં યુવક યુવતીઓમાં સ્વરોજગારીની તકો વધે અને વધુમાં યુવા વર્ગ આત્મનિર્ભર બને તે માટે ભારત સરકારનાં સ્કીલ ઈન્ડિયાના કોર્ષ અભ્યાસક્રમ મુજબ પધ્ધતિસરની તાલીમ પુરી પાડવા બીડુ ઝડપ્યું છે.
જે અંતર્ગત આજરોજ ભરૂચનાં ખારવાવાડ વિસ્તારમાં તમામ વર્ગની બહેનો માટે આસિસ્ટેન્ટ ડ્રેસ મેકર તાલીમ વર્ગનો શ્રી મિસ્ત્રી પંચ વાડી ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. કંપની દ્વારા એક તાલીમ કાર્યક્રમ સંતોષકાર પૂર્ણ થયેલ છે તેમજ બીજો હાલ ચાલુ છે અને આજે ત્રીજા સ્કીલ ટ્રેનીંગ સેન્ટરનો શુભારંભ કરાયો છે જેનાંથી આ વિસ્તારનાં માછી ખારવા સમાજ તથા અન્ય સમાજનાં લોકોમાં આનંદની લાગણી પ્રસરેલ છે.
આ કાર્યક્રમમાં ડેક્કન ફાઈન કેમિલ્સ લીમી. તરફથી રાહુલભાઈ શાહ, સંજય મિસ્ત્રી, ઉર્વશી મિસ્ત્રી, ખુશ્બ પારેખ, હર્ષિદા પટેલ, જાગૃતી પાટીલ તથા વિમેન ક્લબ નાં કવીતા શાહ, સોનાલી જોષી હેતલ ઉપાધ્યાય વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
સ્વાગત પ્રવચન કરતા જે.એસ.એસ ભરૂચનાં નિયામક ઝયનુલ આબેદીન સૈયદે સૌનુ સ્વાગત કરી બહેનો માટેનાં આ સ્કીલ તાલીમ કાર્યક્રમની વિગતો આપી હતી અને આ તાલીમ કાર્યક્રમમાં જોડાયેલ સૌ બહેનોને ઉત્સાહ પૂર્વક સંતોષકારક તાલીમ પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો અને સંસ્થાનનાં પ્રશિક્ષક આશાબેન ચૌહાણને મદદરૂપ થઈ તેમની પાસેથી નિયત સમય મર્યાદામાં કોર્ષ પૂર્ણ કરવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમાં સ્થાનિક આગેવાનો મહેશભાઈ બી મિસ્ત્રી, છીતુભાઈ બી. મિસ્ત્રી, મહેશભાઈ પી. મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતાં અને ડેક્કન ફાઈન કેમિકલ્સનાં આ પ્રયાસને બિરદાવ્યો હતો ડેક્કન ફાઈન કેમિકલ્સ તરફથી રાહુલ શાહ એ જણાવ્યું હતું વિસ્તાર માટે અગાઉ કંપની દ્વારા ઈલેક્ટ્રીક સ્મશાન ભઠ્ઠી ની વ્યવસ્થા કરવામાં આવી હતી અને હવે આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેનો સૌ લાભાર્થીઓ લાભ લઈ ઉત્સાહપૂર્વક તાલીમ પ્રાપ્ત કરે અને સ્વરોજગારીમાં ક્ષેત્રમાં આત્મનિર્ભર બની પોતાનું જીવન વ્યતિત કરે એવી શુભકામનાઓ પાઠવી હતી. અંતમાં જે.એસ.એસ.નાં હેતલબેન પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.
#gujaratnivacha
આપની માહિતી આપવા સંપર્ક કરો
મનિષ કંસારા
#manishkansara
📱+91 63529 18965
🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment