તા.૧૨/૦૩/૨૦૨૨ ના રોજ યોજાના૨ નેશનલ લોક અદાલત

તા.૧૨/૦૩/૨૦૨૨ ના રોજ યોજાના૨ નેશનલ લોક અદાલત

 🔸તા.૧૨/૦૩/૨૦૨૨ ના રોજ યોજાના૨ નેશનલ લોક અદાલત


✍️ મનિષ કંસારા

 ભરૂચ: ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જણાવવાનું કે, ભરૂચ મુકામે કાર્યરત જીલ્લા ન્યાયાલય સંકુલની તમામ કોર્ટો અને જીલ્લાની તમામ તાલુકા કોર્ટો દ્વારા પ્રત્યક્ષરૂપે હાજર રહી શકાય તેવી નેશનલ લોકઅદાલતનું આયોજન કરેલ છે.   

  સદ૨ નેશનલ લોક અદાલતનું આયોજન તા. ૧૨/૦૩/૨૦૨૨ ને શનિવારના રોજ ક૨વામાં આવનાર છે. આ નેશનલ લોકઅદાલતમાં ફોજદા૨ી સમાધાન લાયક કેસો, નેગોશીયેબલ એકટ મુજબનાં કેસો, ફક્ત નાણાંની વસુલાતનાં કેસો, વાહન અકસ્માતના વળતરનાં કેસો, લેબર તકરારનાં કેસો, ઈલેક્ટ્રીસીટી તથા વોટરબીલને લગતાં કેસો, લગ્ન વિષયક કેસો, જમીન સંપાદનનાં કેસો, નોકરી વિષયક પગાર, ભથ્થાં અને નિવૃત્તિનાં લાભોને લગતાં કેસો, મહેસુલને લગતાં કેસો, અન્ય સીવીલ કેસો જેવાં કે, (ભાડાં, સુખાધિકારનાં અધિકાર, મનાઈ હુકમ, વિશિષ્ટ પાલનનાં દાવાં વિગેરેનાં કેસો) તથા પ્રિ-લીટીગેશન ઉપ૨ાંત ખોરાકીના કેસો મુકવામાં આવનાર છે. આ નેશનલ લોકઅદાલતમાં પક્ષકારોએ તથા વિ. વકીલશ્રીઓએ સોશીયલ ડીસ્ટન્સીંગનાં સિધ્ધાંતનું પાલન કરી પ્રત્યક્ષરીતે હાજર રહીને સમાધાન રાહે નેશનલ લોકઅદાલતમાં મુકવામાં આવેલ કેસો ફૈસલ ક૨વાની કાર્યવાહી ક૨વામાં આવશે. 

  આ અંગે વધુ માહિતી મેળવવા માટે અને પોતાનો કેસ નેશનલ લોકઅદાલતમાં મુકાવવા માટે પક્ષકારો, વિ. વકીલો, વિગેરે તેમનો કેસ જે વિસ્તારની કોર્ટમાં આવતો હોય, ત્યાંની કાનુની સેવા સંસ્થાનો નીચે મુજબનાં નંબ૨ો પ૨ સંપર્ક ક૨ી શકે છે.

આથી જાહેર જનતાની જાણકા૨ી માટે અને વધુમાં વધુ લોકો નેશનલ લોક અદાલતનો લાભ લઈ પોતાનાં કેસો સુખદ સમાધાનની રાહે પૂર્ણ કરી શકે.

#gujaratnivacha

   📱6352918965

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳



Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"