અંક્લેશ્વર તાલુકાના કાપૉદરા ખાતેથી દેશી બનાવટના તમંચા તથા કારતુસ સાથે રીઢા આરોપીને ઝડપી પાડતી ભરૂચ ક્રાઈમ બ્રાંચ

અંક્લેશ્વર તાલુકાના કાપૉદરા ખાતેથી દેશી બનાવટના તમંચા તથા કારતુસ સાથે રીઢા આરોપીને ઝડપી પાડતી ભરૂચ ક્રાઈમ બ્રાંચ
 ✍️મનિષ કંસારા

ભરૂચ: ગુજરાત રાજ્યમાં આયોજીત આગામી ગ્રામ પંચાયતોની ચુંટણી અનુલક્ષીને ભરૂચ જીલ્લામા કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થતિ જળવાઇ રહે તે સારૂ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ. એસ. ભરાડા વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ એ સુચનાઓ આપેલ છે.

  જે અનુસંધાને જે.એન .ઝાલા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એલ.સી.બી. ભરૂચ નાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ગેરકાયદેસરની અસામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા એલ.સી.બી ની અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવેલ છે.

  આજરોજ એલ.સી.બી. ની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન માહીતી મળેલ કે અગાઉ ચોરીના ગુનાઓમાં પકડાયેલ એક રીઢો આરોપી પોતાની પાસે તમંચો લઇ ફરી રહેલ છે. જે મળેલ માહીતી આધારે એલ.સી.બી. ની ટીમે અંક્લેશ્વર તાલુકાના કાપૉદરા ગામ ખાતે વોચ માં રહી રીઢા આરોપીને એક દેશી બનાવટનાં તમંચો તથા જીવતા કારતુસ સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી પકડાયેલ આરોપી ઇસમ તથા તમંચો તેમજ કારતુસ લાવનાર નહી પકડાયેલ ઈસમ વિરૂદ્ધમાં અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે.મા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. 


કબ્જે કરવામા આવેલ મુદ્દામાલ:- (૧) દેશી બનાવટનો તમંચો નંગ-૦૧ કી.રૂ.૫૦૦૦/- (૨) 8MM નો જીવતો કારતુસ નંગ-૦૧ કિં.રૂ.૧૦૦/- (૩) ટાટા સુપર એસ ટેમ્પો નંબર-GJ-09-Z-9980 ની કિં.રૂ.૦૧,૫૦,૦૦૦/-

 કુલ રૂપિયા ૦૧,૫૫,૧૦૦/- નો મુદ્દામાલ


પકડાયેલ આરોપીનુ નામ સરનામુ:- (૧) ભેરૂ ઉર્ફે વીરૂ ઉર્ફે ભૈરવ s/o લક્ષ્મણસીંગ જાનાસીંગ રાજપુત રહેવાસી હાલ- કાપૉદરા એમ.પી.નગર રૂમ નં -૦૧, સલીમ પાંડોર ના રૂમમાં ભાડેથી તા.-અંક્લેશ્વર જી.-ભરૂચ મુળ રહે.-લોલપરા તા.-માંડલ જી.-ભીલવાડા રાજસ્થાન


 વોન્ટેડ આરોપી:- રામાવતાર ઉર્ફે રામકુમાર ગણપતદાસ સ્વામી રહે.-બોઘેરા તા.-સરદારશહર જી.-ચુરૂ રાજસ્થાન 


આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ:- પકડાયેલ આરોપી ભેરૂ ઉર્ફે વીરૂ ઉર્ફે ભૈરવ અગાઉ અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે.મા ચોરીના ઘણાં ગુનાઓમા પકડાયેલ છે, તેમજ વોન્ટેડ આરોપી રામાવતાર ઉર્ફે રામકુમાર સુરત જીલ્લાના કોસંબા પો.સ્ટે. ખાતે ચોરીનાં ગુનામાં પકડાયેલ છે.


 કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:- પો.સ.ઇ. વાય. જી. ગઢવી તથા ASI કનકસિંહ તથા હે.કો. ચંદ્રકાંતભાઈ, હે.કો. ઉપેન્દ્રભાઈ , હે.કો. દિલીપકુમાર, હે.કો. પરેશભાઈ, હે.કો. વર્ષાબેન હે.કો. અજયભાઈ એલ.સી.બી. ભરૂચ દ્વારા ટીમવર્કથી કામગીરી કરવામાં આવેલ છે.જે.એન .ઝાલા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એલ.સી.બી. ભરૂચ નાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ગેરકાયદેસરની અસામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા એલ.સી.બી ની અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવેલ છે.

  #gujaratnivacha


🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ