જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે વિશેષ સ્કીલ હબ શરૂ કરાશે
✍️ મનિષ કંસારા
ભરૂચ: જે.એસ.એસ. ભરૂચનાં નિયામક અને સભ્ય સચિવ ઝયનુલ સૈયદ દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા આગામી ૧ લી જાન્યુઆરી ૨૦૨૨ થી સમગ્ર દેશમાં શાળા છોડી ગયેલ વિદ્યાર્થીઓને કૌશલ્ય તાલીમ પૂરી પાડવા માટે વિશેષ સ્કીલ હબનું આયોજન કરાયેલ છે.
આ પ્રકારના સ્કીલ હબમાં અદ્યતન પ્રકારની જુદા-જુદા જોબ રોલ ધરાવતી સુવિધાઓ ઉભી થનાર છે . માનનીય વડાપધાન નરેન્દ્રભાઈ મોદીના “કૌશલ ભારત, કુશલ ભારત” ના સ્વપ્નને સાકાર કરવા સમગ્ર દેશમાં ૫૩૪૪ સ્કીલ હબ ઉભા કરાશે. જે પૈકી ૫૦ જન શિક્ષણ સંસ્થાનોની પસંદગી થયેલ છે અને ગુજરાતમાંથી બે જન શિક્ષણ સંસ્થાન પસંદગી પામેલ છે. જે પૈકી ભરૂચ ખાતે સ્થાનિક જરૂરીયાત અને માંગ અનુસાર જનરલ ડ્યુટી આસીસટન્ટ (નર્સીંગ) તથા આસીસટન્ટ બ્યુટી થેરાપીસ્ટ (ફકત બહેનો) માટે અભ્યાસક્રમોની ફાળવણી કરવામાં આવેલ છે. આ અભ્યાસક્રમોમાં સાડા ત્રણ માસના સમયગાળામાં તાલીમ પૂરી પડાશે. આ તાલીમ કાર્યક્રમ સંસ્થાના હેડ ક્વાર્ટર ખાતે રેગ્યુલર ચાલશે અને તમામે બાયોમેટ્રીક એટેન્ડન્સ મશીન ઉપર હાજરી પૂરવાની રહેશે. સૌ તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને એસેસમેન્ટ એજન્સી દ્વારા એસેસમેન્ટ કરી પ્રમાણપત્ર આપવામાં આવશે. ઉતીર્ણ થયેલ તાલીમાર્થીઓને તેમના સેક્ટર સ્કીલ મુજબ રોજગારી માટે મોકલવામાં આવશે. આ તાલીમ કાર્યક્રમનું વિશેષ મહત્વ રહેશે અને સંસ્થા દ્વારા સંપૂર્ણપણે વિના મૂલ્યે પ્રવેશ અપાશે.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment