નેત્રંગ મુકામે તાલુકા ભાજપાની કારોબારી બેઠક યોજવામાં આવી
બેઠકમાં અભ્યાસ વર્ગ ઘરઘર દસ્તક મનકી બાત જેવા મુદ્દાઓની સમજણ અપાઇ
✍️ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
રાજપારડી: ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આજરોજ તા.૨૯ મીના રોજ તાલુકા ભાજપાની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
ગુજરાત હસ્તકલા નિગમના માજી ડિરેક્ટર અને નેત્રંગ તાલુકા પ્રભારી રશમિકાંત પંડ્યાના અધ્યક્ષ સ્થાને મળેલ આ કારોબારી બેઠકમાં તા. ૮, ૯ જાન્યુઆરી નારોજ તાલુકાનો અભ્યાસ વર્ગ યોજવા સંબંધી, ઘરઘર દસ્તક કાર્યક્રમ, પેઇજ સમિતિ, મનકી બાત અને ચલો યુવા વિસ્તારક યોજના જેવા વિવિધ મુદ્દાઓ રશ્મિકાંત પંડ્યાએ ઉપસ્થિત કાર્યકરોને સમજાવ્યા. નેત્રંગ તાલુકાની આ કારોબારી બેઠકમાં તાલુકા પ્રમુખ મનસુખભાઇ વસાવા, જીલ્લા મંત્રી ભાવનાબેન પંચાલ, મહામંત્રી પ્રકાશભાઈ ગાવિત તાલુકાપંચાયત પ્રમુખ લીલાબેન, જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સદસ્યો તેમજ તાલુકા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આયોજિત બેઠકમાં સંગઠન મજબુત બનાવવા તેમજ પ્રજાલક્ષી કામો માટે આગળ આવવા કાર્યકરોને અનુરોધ કરવામાં આવ્યો હતો. અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત સહુનો આભાર માનવામાં આવ્યો હતો.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment