લીડરશીપમાં ગુજરાતે સૌના સાથ-સૌના વિકાસ અને સૌના વિશ્વાસથી વિકાસના અનેક નવા સીમાચિહ્ન પાર કર્યા છે. -: શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી
લીડરશીપમાં ગુજરાતે સૌના સાથ-સૌના વિકાસ અને સૌના વિશ્વાસથી વિકાસના અનેક નવા સીમાચિહ્ન પાર કર્યા છે.
-: શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી
🔶સમાજના સર્વાંગી વિકાસને બિરદાવતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ
🔶મિશન-૨૦૨૬ અંતર્ગત સરદારધામ - વિશ્વ પાટીદાર સમાજ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન એવમ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-૨૦૨૨ પ્રમોશનલ પ્રોગ્રામ-૮ કાર્યક્રમ અંક્લેશ્વર ખાતે યોજાયો
🔶શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, કૃષિ મંત્રી રાઘવજી પટેલ તથા ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ
✍️ મનિષ કંસારા
ભરૂચઃ મિશન-૨૦૨૬ અંતર્ગત સરદારધામ – વિશ્વ પાટીદાર સમાજ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન એવમ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટ-૨૦૨૨ પ્રમોશનલ પ્રોગ્રામ-૮ કાર્યક્રમ અંક્લેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, કૃષિ મંત્રી રાઘવજી પટેલ તથા ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ તકે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ GPBSમાં સૌને જોડાવવાનું આહ્વાન કરતાં જણાવ્યું હતું કે GPBS આપણે શરૂ કર્યું છે, અલગ અલગ પ્રકારના નામોથી ઓર્ગેનાઇઝેશન પણ આપણે ચલાવીએ છીએ જેને એક પ્લેટફોર્મ મળે એવા ઉમદા હેતુથી ૨૬, ૨૭, ૨૮ ફેબ્રુઆરી-૨૦૨૨ના રોજ સુરતની તાપી ભૂમિમાં આ ઐતિહાસિક સમીટ થવા જઇ રહી છે. જે આપણા માટે ગૌરવ સમાન છે. રોજગારીની તકો પૂરી પાડવા સરકાર એકલા હાથે સફળ ન થઈ શકે, આ વિચારને જેને યોગ્ય રીતે આત્મસાત કરનાર સરદાર ધામ જેવી સામાજિક સંસ્થાઓ અને સમુદાયો એ પણ આ જવાબદારી પણ ઉઠાવી છે. GPBSએ પાટીદાર સમાજના યુવાનો માટે વધુ રોજગારીની તકો અને ઉજ્વળ ઔદ્યોગિક ભવિષ્ય માટે લક્ષ્ય સેવ્યું છે.
સમાજમાં થઇ રહેલા સીમાચિહ્નરૂપ કાર્યને બિરદાવતા મંત્રીએ જણાવ્યું હતું કે, સમાજના સભ્યો, વડીલો, યુવાનો પરસ્પર વિચારોનું આદાનપ્રદાન કરે તો નવી ઉર્જા અને નવી તકો ઉદ્દભવે છે. યુવાન સાહસિકોને પ્રેરણા મળે છે. સરદાર ધામ આ સંકલ્પ સાથે યુવાનો અને સમાજના હીર સમાન સાહસિકોને જોડી રહી છે.
અંક્લેશ્વરમાં ઉદ્યોગો સ્થાપિને સમાજના આગેવાનો સમાજ ઉત્કર્ષના કાર્ય કરી રહ્યા છે. વિકાસની કોઇ બીજી પરિભાષા હોય તો તે ઉદ્યોગ છે. મંત્રીએ લીડરશીપનું મહત્વ સમજાવી વિચારોની આપલેથી ધણું શીખવાનું મળે છે. લીડરશીપ આજે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટ-૨૦૨૨માં જોવા મળે છે. સરદારધામ આવતીકાલનું પ્લેટફોર્મ પુરું પાડે છે. આવનારી પેઢી માટે ખૂબ મોટો ફાયદો થવાનો છે. સમયની માંગ મુજબ સરદાર ધામ દ્વારા નવા આયામો સાથે કામગીરી થઇ રહી છે જે ખૂબ જ સરાહનીય છે તેમ જણાવ્યું હતું.
મંત્રીએ લીડરશીપમાં ગુજરાતે સૌના સાથ-સૌના વિકાસ અને સૌના વિશ્વાસથી વિકાસના અનેક નવા સીમાચિન્હ પાર કર્યા છે. તેમ પણ જણાવી ગ્લોબલ સમીટ ઈન્ટરનેશનલ સમીટ બની છે, જે સામૂહિક પ્રયાસરૂપે આગળ વધે તો એનો લાભ અન્ય સમાજને પણ મળતો રહેશે એવો મત તેમણે વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રના સર્વાંગી વિકાસની દિશાના પ્રયાસો કરવા એ સમયની માંગ છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, યુવાનોના શિક્ષણ અને રોજગારી માટે, ઉદ્યોગોની સમસ્યાઓ માટે પાટીદાર સમાજ એકજૂથ થઈને કાર્યરત છે. સરદારધામ દ્વારા સમાજની આર્થિક, શૈક્ષણિક અને ઔદ્યોગિક સમસ્યાઓ અને તેના ત્વરિત ઉકેલ માટે સરદાર ધામ કાર્યરત છે. યુવાનોના શિક્ષણ અને રોજગારી માટે રૂ.૧૦૦૦ કરોડની સરદાર ધામ હોસ્ટેલ, રૂ.૧૦ હજાર કરોડનું ભંડોળ એક્ઠું કરી પાટીદાર સમાજના સર્વાંગી વિકાસ માટેની તકો ઊભી કરવાનું બીડું ઉઠાવ્યું છે. જે માટે સરદાર ધામ ની સમર્પિત ટીમ ધન્યવાદને પાત્ર છે. ૨૦૨૨ ની પાટીદાર ગ્લોબલ બિઝનેસ સમીટ ખૂબ સફળ બને એ માટે અપેક્ષા સેવી તેમણે તન, મન અને ધનથી સૌ સમાજ બંધુઓએ સહયોગ આપવા અપીલ કરી હતી.
ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં GPBSમાં સૌને જોડાવવાનું આહવાન કર્યું હતું. સમાજ ઉત્કર્ષના કાર્યોને બિરદાવ્યા હતા.
કાર્યક્રમનો પ્રારંભ રાષ્ટ્રગીતથી શરૂ થયો હતો, સરદાર ધામના સોન્ગ સાથે મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય થયું હતું. જ્યારે સ્વાગત પ્રવચન મંત્રી વિપુલભાઈ ગજેરાએ કર્યું હતું. તેમણે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટ-૨૦૨૨ પ્રમોશનલ પ્રોગ્રામ-૮ની વિગતે માહિતી આપી હતી. પ્રમુખ સેવકશ્રી ગગજી સુતરીયાએ સરદાર ધામ વિઝન અંગે માહિતી આપી હતી. આ વેળાએ નવા-૨૦૨૨ના સ્પોન્સર્સ અને ૨૦૧૮-૨૦૨૦ના સ્પોન્સર્સ તેમજ સ્ટોલધારકોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું.
આ પ્રસંગે GPBS ના કન્વિનર મનીષભાઈ કાપડીયાએ GPBSમાં જોડાવવા સૌને આમંત્રિત કરતું પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. વડોદરા મધ્ય ગુજરાતનના ઉપપ્રમુખશ્રી પારૂલભાઈ કાકડીયા એ મધ્ય ગુજરાત પ્રોજેકટ અંગે માહિતી આપી સરદાર ધામ/GPBSમાં જોડાવા સૌને આમંત્રિત કર્યાં હતાં. GPBS-22ના નવા સ્પોન્સર્સને બિરદાવી મહાનુભાવોના હસ્તે સૌનું સન્માન કરાયું હતું. આ વેળાએ ઓમકાર ગ્રુપના હસમુખભાઈ ગજેરા, વિનુભાઈ, રમણભાઈ નાકરાણી, સમાજના આગેવાન હોદ્દેદારો, દાતાઓ, ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
#gujaratnivacha
Comments
Post a Comment