"છોડમાં રણછોડ" ના અભિગમ સાથે અંક્લેશ્વર રેલવે પરિસરમાં અંક્લેશ્વર રેલ વિભાગ, કેડીલા હેલ્થ કેર તેમજ સાથી ફાઉન્ડેશન દ્વારા કરાયું વૃક્ષારોપણ

અંક્લેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન સાથી ફાઉન્ડેશન અંદાડા, ઝાયડસ કેડિલા તેમજ અંક્લેશ્વર રેલવે સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું.
ભરૂચ: અંક્લેશ્વર રેલવે સ્ટેશન ખાતે ઝાયડસ કેડિલા કંપનીના E.H.S. ના જનરલ મેનેજર નીતિન શાહ, કંપનીના અધિકારીઓ તેમજ સાથી ફાઉન્ડેશનના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી ભરૂચના ઉ.પ્રમુખ ફાલ્ગુનીબેન પટેલ, અંકલેશ્વર રેલ્વે સ્ટેશનના સુપ્રિટેન્ડન્ટ પી.એલ. મકવાણા, ચીફ હેલ્થ ઇન્સ્પેક્ટર વિજયભાઈ, વાણિજય ઈન્સ્પેક્ટર આદિત્ય સુક્લા, રેલ્વેના કર્મચારીઓ તેમજ સાથી ફાઉન્ડેશન સાથી હોદ્દેદારોએ હાજરી આપી રેલ્વે પરિસરમાં કલાઈમેન્ટ ચેન્જ અને પ્રદુષણને નાથવા તેમજ રેલ્વે સ્ટેશન પરિસરને બ્યુટિફિકેશન કરવાનાં હેતુ થી વૃક્ષારોપણ કરવામાં આવ્યું. રેલવે સ્ટેશન ખાતે દરેક યાત્રી ને "જળ એજ જીવન" અને દરેક "છોડમાં રણછોડ" નો સંદેશ લઈ જાય તે ઉદેશ સાથે કાર્યક્રમનું આયોજન કરવામા આવેલ હતું. સંસ્થાના કો ઓર્ડીનેટર તુલશીપુરી ગોસ્વામીએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment