ઝઘડીયા તાલુકાના માલજીપુરા ગામે ઘરના વાડામાં રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો
🔶અન્ય પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમને પકડવા કવાયત હાથ ધરવામાં આવી
✍️ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ભરૂચ/રાજપારડી: ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં માલજીપુરા (ધારોલી)ગામે એક ઘરનાં વાડામાં રાખેલ ભારતીય બનાવટનાં વિદેશી દારુ સાથે બે ઇસમો ઝડપાયાં હતા. ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં દારૂ જુગારની બદી ડામવા મળેલ સુચના અંતર્ગત ઝઘડીયા પીઆઇ પી.એચ. વસાવાને બાતમી મળી હતીકે માલજીપુરા (ધારોલી) ગામનો અજીત ઉર્ફે લાલો મંગળભાઇ વસાવા પોતાના ઘરની પાછળના વાડામાં ઇંગ્લીશ દારુ વેચાણ કરવા માટે લાવેલ છે. પોલીસે બાતમી મળ્યા મુજબના સ્થળે છાપો મારતા સ્થળ ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારુની બોટલો સહિત કુલ રુ.૯૩૪૦૦ નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.
પોલીસે આ મુદ્દામાલ સાથે મનીષભાઈ નગીનભાઈ વસાવા રહે.ધારોલી તા.ઝઘડીયા જિ.ભરૂચ અને જસ્ટીન વિલ્સન વસાવા રહે.દરિયા તા.ઝઘડીયા જિ.ભરૂચને ઝડપી લીધાં હતા. જ્યારે આ ગુનામાં સંડોવાયેલાં મનાતાં અન્ય પાંચ ઇસમો; વનરાજ ઉર્ફે રાજા ભુરીયો ભરતભાઇ આર્ય રહે.ડેડીયાપાડા જિ.નર્મદા, મનીષભાઈ કાંતિભાઈ વસાવા રહે.દોલતપુર તા.નેત્રંગ જિ.ભરૂચ, અજીતભાઈ મંગળભાઈ વસાવા રહે.માલજીપુરા તા.ઝઘડીયા,વેગેનાર ગાડીનો ચાલક (જે ગાડીનો રજી.નંબર જણાયેલ નથી)તેમજ અન્ય એક ફોર વ્હિલ ગાડીનો ચાલક (ગાડીનો રજી.નંબર જણાયેલ નથી) આ પાંચ ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કરીને તેમને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. ઝઘડીયા તાલુકામાં પોલીસની રેઇડ દરમિયાન ઉપરાછાપરી દેશી વિદેશી દારુ ઝડપાતાં બુટલેગરોમાં નાસભાગ મચી જવા પામી હતી.
#gujaratnivacha
આપની આસપાસ બનતી ઘટનાઓની માહિતી કે આપના લેખ અમારાં આપેલ મેઈલ એડ્રેસ પર મોકલી આપવા વિનંતી.
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳




Comments
Post a Comment