Posts

સોમનાથની રક્ષામાં પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલની વીરગતિ તિથિ પર વિશેષ પૂજન

Image
સોમનાથની રક્ષામાં પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલની વીરગતિ તિથિ પર વિશેષ પૂજન 🔸શ્રી સોમનાથ ટ્રસ્ટ તથા વંશજો અને ક્ષત્રિય સમાજ દ્વારા વીર હમીરજી ગોહિલને અર્ચન કરી ધ્વજા પૂજા કરાઇ ગુજરાત ની વાચા  મનિષ કંસારા  સોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર જ્યારે વિધર્મી આક્રાંતાઓ દ્વારા આક્રમણ કરવામાં આવ્યું, ત્યારે સોમનાથ થી દુર લાઠી રજવાડાના સૌથી નાના રાજકુમાર હમીરજી ગોહિલ પોતાના સાથીઓ સાથે હજારો નાં સૈન્યનો સામનો કરવા માર્ગમાં મળેલ વીર વેગડાજી ભીલ સાથે મળી, પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર સોમનાથની રક્ષા કાજે પહોંચ્યા હતા. પોતાના જીવની આહુતિ આપીને પણ સોમનાથ મહાદેવની રક્ષા કરવાનો તેમનો અડગ નિશ્ચય તેમની વીરતા અને શિવભક્તિનું સાક્ષાત પ્રમાણ હતું. સોમનાથની રક્ષામાં હમીરજીએ વૈશાખ સુદ નવમીની તિથિ પર વીરગતિ પ્રાપ્ત કરી હતી.    ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા સોમનાથની રક્ષા કાજે પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલ નાં વંશજો અને ક્ષત્રિય સમાજ સાથે વીર હમીરજી ગોહિલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઇ હતી. મંદિર પરિસરમાં સ્થિત હમીરજી ગોહિલની દેરી માં એમને સ્નાન

મહાશિવરાત્રી 2024, સોમનાથમાં જામશે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ, તારીખ 8 માર્ચે સવારે ચાર વાગ્યાથી મહાશિવરાત્રીના પર્વ પર સતત 42 કલાક ખુલ્લું રહેશે સોમનાથ મંદિર

Image
મહાશિવરાત્રી 2024, સોમનાથમાં જામશે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ તારીખ 8 માર્ચે સવારે ચાર વાગ્યાથી મહાશિવરાત્રીના  પર્વ પર સતત  42 કલાક  ખુલ્લું રહેશે સોમનાથ મંદિર દરિયા કિનારે હજારો ભક્તોને પાર્થિવ શિવલિંગ મહાપુજા, તેમજ સોમનાથ મંદિરમાં ધ્વજા પૂજા સોમેશ્વર મહાપૂજા પાઘ પૂજાનો મળશે લાભ 8 માર્ચે સાંજે 6:30 કલાકે સોમનાથની ઐતિહાસિક ગાથાને ઉજાગર કરતી "જયતું સોમનાથ" સંગીત નાટીકા બનશે યાત્રીઓ માટે આકર્ષણ મહાશિવરાત્રી પર ભક્તો ઘરે બેઠા માત્ર 25₹માં કરી શકશે શ્રી સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા, પોસ્ટ મારફત રુદ્રાક્ષ અને નમન પણ મળશે ગુજરાત ની વાચા મનિષ કંસારા  સોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર 42 કલાક સતત ધર્મોત્સવ ઉજવવામાં આવશે. શિવરાત્રી પર્વ પર વર્ષનાં સૌથી વધુ ભક્તો સોમનાથ મંદિરમાં નોંધાતા હોય છે. ગત વર્ષે પણ મહાશિવરાત્રી પર્વ પર બે લાખથી વધુ શ્રદ્ધાળુ હોય સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા હતા. ત્યારે ભાવિકોના મહાસાગરને ધ્યાને લઈ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક મહાશિવરાત્રીની જેમ સવારે 4:00 વાગ્યે સોમનાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવશ

અંક્લેશ્વર જી.આઈ.ડી.સી. પો.સ્ટે. વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે મહિલા ને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

Image
અંક્લેશ્વર જી.આઈ.ડી.સી. પો.સ્ટે. વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે મહિલા ને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી. @મનિષ કંસારા  ભરૂચ: ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશા નાં રવાડે ના ચડે તથા નશા યુક્ત પદાર્થો નાં ખરીદ-વેચાણ તથા હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂદ્ધના કેસો શોધી કાઢવા પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુરભાઈ ચાવડા નાઓએ જિલ્લાનાં તમામ અધિકારીઓને સુચના કરવામાં આવેલ હતી.     જે સુચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ. એ. ચૌધરી નાઓનાં માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. આર. એસ. ચાવડા નાઓ ની સાથે એસ.ઓ.જી. સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરેલ.     એસ.ઓ.જી. ટીમ દ્વારા જિલ્લામાં અસરકારક પેટ્રોલીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ દરમિયાન હે.કો. નિમેષભાઈ જયંતિભાઈ નાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે રેઇડ કરતા મહિલા જ્યોતિકુમારી W/O દીપક હૃદયનારાયણ મંડલ નાએ પોતાના કબજા ભોગવટાની મારૂતિ શીફટ ડિઝાયર ગાડી નં-JH-04-U-5225 માં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો ૧૦.૦૦૩ કિ.ગ્રા. નાં મુદ્દામાલ સાથે મળી આવતા મહિલા વિરૂદ્ધ એન.ડી.પ

શંકાસ્પદ ભંગારનાં જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

Image
શંકાસ્પદ ભંગારનાં જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી. @મનિષ કંસારા દ્વારા ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુરભાઈ ચાવડા ભરૂચ નાઓ ની સુચના અને માર્ગદર્શન આધારે.    પોલીસ ઇન્સ્પેક્ટર એ. એ. ચૌધરી નાઓએ પોતાની ટીમને કાર્યરત કરતા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ અંક્લેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો દરમિયાન બાતમી આધારે ભડકોદ્રા ન્યુ ઈન્ડીયા માર્કેટમાં એ.કે.એસ ટ્રેડર્સ ભંગારની દુકાનમાં ભરેલ સામાનની ઝડતી તપાસ કરતા કોપર નાં વાયરો નાં ગુચળા તથા એલ્યુમિનિયમના વાયરો તથા એસ.એસ. નો ભંગાર તથા એસ.એસ.ની નાની મોટી પાઈપો કટીંગ કરેલી મળી આવતા સદર મુદ્દામાલ નું ખરીદ બિલ કે આધાર પુરાવા બાબતે પુછતા હાજર ઈસમને પુછતા તેમણે સંતોષકારક જવાબ નહી આપતા સદર મુદ્દામાલ છળકપટ અથવા ચોરીથી મેળવેલ હોવાનું જણાય આવતા સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ તેમજ સદર ઈસમને સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરી આગળની કાયદેસર કાર્યવાહી થવા સારૂ અંક્લેશ્વર GIDC પો.સ્ટે. ને સોપવામાં આવેલ છે. પકડાયેલ મુદ્દામાલ:- (૧) કોપર નાં વાયરો નાં ગુચળા ૭૮ કી.ગ્રા.- કિં.રૂ.૪૬,૮૦૦/

અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળનું મોટું ઓપરેશન

Image
અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળનું મોટું ઓપરેશન ગુજરાત ની વાચા @મનિષ કંસારા   ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS સુમિત્રાએ અરબી સમુદ્રમાં એદનના અખાત પાસે હાઇજેક કરાયેલા ઇરાની જહાજ એમવી ઇમાનને સોમાલી ચાંચિયાઓથી મુક્ત કરાવ્યું. ભારતીય નૌકા દળનાં મિશન દ્વારા તૈનાત યુદ્ધ જહાજ દ્વારા ઝડપી પ્રતિસાદ... અપહરણ કરાયેલા જહાજ અને ક્રૂની સલામત મુક્તિની ખાતરી આપી.  INS સુમિત્રાએ, સોમાલિયાના પૂર્વ કિનારે અને એદનના અખાતમાં એન્ટી-પાયરસી ઑપ્સ પર, ઈરાની ફ્લેગવાળા ફિશિંગ વેસલ (FV) ઈમાનના અપહરણ અંગેનાં દુઃખ સંદેશનો જવાબ આપ્યો.  FV પર ચાંચિયાઓ અને ક્રૂને બંધક તરીકે લેવામાં આવ્યા હતા.  સુમિત્રાએ જહાજને અટકાવ્યું, બોટ સાથે ચાલક દળનાં સલામત મુક્તિ માટે ચાંચિયાઓને દબાણ કરવા માટે સ્થાપિત SOPs અનુસાર કાર્ય કર્યું અને બોટ સાથેનાં તમામ 17 ક્રૂ સભ્યોની સફળ મુક્તિની ખાતરી કરી.  ત્યારબાદ FV ને સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું અને આગળનાં પરિવહન માટે મુક્ત કરવામાં આવ્યું હતું.  ભારતીય નૌકા દળનાં જહાજોને હિંદ મહાસાગર ક્ષેત્રમાં એન્ટીપાયરસી અને મેરીટાઇમ સિક્યુરિટી ઑપ્સ પર તૈનાત કરાયેલું મિશન દરિયામાં તમામ જહાજો અને નાવિકોની સુરક્ષા

૭૫માં પ્રજાસત્તાક દિને સોમનાથમાં ધર્મ ભક્તિ અને દેશ ભક્તિ એકસાથે જોવા મળી

Image
૭૫માં પ્રજાસત્તાક દિને સોમનાથમાં ધર્મ ભક્તિ અને દેશ ભક્તિ એકસાથે જોવા મળી 🔸 સોમનાથનાં સાનિધ્યમાં દેશનાં ૭૫'માં ગણતંત્ર પર્વે ધ્વજ વંદન કરવામાં આવ્યું 🔸રાષ્ટ્ર ધ્વજ અને ધર્મ ધ્વજના એકસાથે  દર્શન કરી યાત્રીકો ધન્ય બન્યા ગુજરાત ની વાચા @મનિષ કંસારા  સોમનાથ: સોમનાથ મંદિર આપણી ધાર્મિકતા અને રાષ્ટ્રીયતા નું માનબિંદુ છે.  સોમનાથ મંદિર નિર્માણ અને સ્વતંત્રતા મળ્યા બાદ દેશ નિર્માણની ચળવળ એક સાથે શરૂ થઇ હતી. ત્યારે આજે આપણો દેશ અને સોમનાથ મંદિર વિશ્વ તરફ ઉન્નત મસ્તકે ભારતીય સંસ્કૃતિનાં અક્ષય હોવાનો પુરાવો આપી રહ્યા છે.     આજરોજ ૭૫’માં ગણતંત્ર પર્વની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવેલ, સોમનાથ પરિસરમાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા નાં વરદ હસ્તે ધ્વજ વંદન યોજાયેલ જેમાં પોલીસ કર્મીઓ, એસ.આર.પી, જી.આર.ડી. તથા ટ્રસ્ટનાં સલામતી સ્ટાફ, ટ્રસ્ટનાં અધિકારી કર્મચારીઓ, સોમનાથ સંસ્કૃત પાઠશાળા નાં ઋષિકુમારો જોડાયા હતા. ધ્વજ વંદન બાદ ભારતમાતા અને સરદારની પ્રતિમાને ભાવાંજલી, પુષ્પાંજલી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દેશભરથી આવતા યાત્રીઓ જોડાયા હતા અને ધન્ય બન્યા હતા.     આખો દેશ પ્રજાસત્તાક પર્વની ઉજવણી

રાયોટિંગ અને હત્યાનાં પ્રયાસ નાં ગુનામાં ૩ મહિનાથી ભાગેડું કોંગી આગેવાન સુલેમાન પટેલની ધરપકડ કરતી ભરૂચ એલ.સી.બી.

Image
રાયોટિંગ અને હત્યાનાં પ્રયાસ નાં ગુનામાં ૩ મહિનાથી ભાગેડું કોંગી આગેવાન સુલેમાન પટેલની ધરપકડ કરતી ભરૂચ એલ.સી.બી.    સાર- ગત નવરાત્રીનાં તહેવાર દરમિયાન જોલવા ગામે રાયોટીંગ વીથ ખુનની કોશિશ નો ગુનો બનેલ સદર ગુનામાં છેલ્લા ત્રણ માસથી વોન્ટેડ આરોપીને વડોદરા શહેરની હોટલમાંથી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ  @મનિષ કંસારા  ભરૂચ: ગત ઓક્ટોબર/૨૦૨૩ માં વાગરા તાલુકાનાં જોલવા ગામે પાદરમાં ફરિયાદી તથા સાહેદો અગાઉનાં બનેલ બનાવની વાતચીત કરતા હતા દરમિયાન આ કામનાં આરોપીઓ જોલવા ગામનાં સુલેમાન પટેલનાં કહેવાથી પુર્વ આયોજીત કાવતરા નાં ભાગરૂપે ઇક્કો ગાડીમાં ડાંગો જેવા હથિયાર લઇ ધસી આવેલા અને ફરિયાદી તથા સાહેદને માથામાં તથા શરીરનાં અન્ય ભાગે આડેધડ માર મારી ધિંગાણું સર્જી નાસી ગયેલા; આ બાબતે દહેજ પો.સ્ટે. રાયોટીંગ ખુનની કોશિશ વિગેરે સંલગ્ન કલમો મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ.  ઉપરોક્ત ગુનાની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક ભરૂચ મયુરભાઈ ચાવડા નાઓએ ઉપરોક્ત ગુનાનાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા સુચનાઓ આપેલ.    ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એમ. રાઠોડ એલ.સી.બી. નાઓએ