ભરૂચ શહેરનાં ધોળીકુઈ વિસ્તારમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂ સાથે કુલ ૦૬ ઈસમોને કિંમત રૂપિયા-૭૧,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ
ભરૂચ શહેરનાં ધોળીકુઈ વિસ્તારમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂ સાથે કુલ ૦૬ ઈસમોને કિંમત રૂપિયા-૭૧,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ ✍️ મનિષ કંસારા ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ નાઓ તરફથી ભરૂચ જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ સુચના મળતા મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસભાઈ સુંડા ભરૂચ વિભાગ, ભરૂચ નાઓ ના માર્ગદર્શન આધારે. પોલીસ ઇન્સપેક્ટર એ. કે. ભરવાડ ભરૂચ શહેર "એ" ડિવિ.પો.સ્ટે. તથા સર્વેલન્સ સ્ટાફનાં માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમી આધારે ભરૂચ શહેરનાં ધોળીકુઈ વિસ્તારમાં આવેલ જનતાબાગ સામે રોડ ઉપરથી એક કાળા કલરની ઓટો રીક્ષામાં થી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ/બીયર ટીન નંગ-૨૧૬, કિં.રૂ.૩૧,૨૦૦/- નો પ્રોહિ. મુદ્દામાલ તથા ઓટો રીક્ષા તથા મોબાઇલ સહીત કુલ મૂદ્દામાલ કિં.રૂ.૭૧,૭૦૦/- સાથે પકડી પાડી ગણનાપાત્ર પ્રોહિબિટડ મૂદ્દામાલ શોધી કાઢવામા આવેલ છે....