ઝઘડિયા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ત્રણ વીજ સબસ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું
ઝઘડિયા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ત્રણ વીજ સબસ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું ✍️ ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ 🔸 બે દાયકા દરમિયાન ગુજરાતે ઉર્જા ક્ષેત્રે મોટી પ્રગતિ કરી છે-:મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભરૂચ: ભરૂચ જીલ્લાના ઝઘડિયા સ્થિત મિશન ગ્રાઉન્ડ ખાતે આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં ઝઘડિયા તાલુકાના વણાકપોર ૬૬ કેવી સબ સ્ટેશન સહિત અન્ય ત્રણ સબ સ્ટેશનોનો ઇ લોકાર્પણ તેમજ અન્ય એક સબ સ્ટેશનના ભુમિ પુજનનો કાર્યક્રમ યોજાયો હતો. ઝઘડિયા ખાતે આજરોજ યોજાયેલ ભવ્ય લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે રાજ્યના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઇ, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જીલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, રાજ્યસભાના પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, ધારાસભ્યો દુષ્યંત પટેલ તથા અરુણસિંહ રાણા, જીલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરા સહિત વિવિધ અધિકારીઓ, જેટકોના અધિકારી ઉપેન્દ્ર પાન્ડે ઉપરાંત તાલુકા જીલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન આયોજિત આ લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્ર...