જંબુસરની જે એમ શાહ સાયન્સ કોલેજ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી
જંબુસરની જે એમ શાહ સાયન્સ કોલેજ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી ૨૧ મી સદીમાં આદિવાસી સમાજની દિકરી આદિવાસી વિસ્તારમાં જ ભણીને દેશનાં સર્વોચ્ય નાગરિક બનવાના સપના સાકાર કરી શકે છે-:જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરા તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ, વ્યક્તિ વિશેષોનું કરાયુ અભિવાદન જિલ્લા કલેક્ટરે ભરૂચ જિલ્લાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક નિવાસી કલેક્ટરને અર્પણ કરાયો જિલ્લામાં "કૃષિ ઉત્કર્ષ" પહેલ અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે જિલ્લાનાં ૧૦ હજાર ખેડુતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા ✍️ મનિષ કંસારા ભરૂચઃ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લાનાં જંબુસર ખાતે ૭૬ માં સ્વતંત્રતા પર્વ પ્રસંગે ત્રિરંગો રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને, ભારત માતાની આન, બાન અને શાન સમા ત્રિરંગાને આદર સલામી આપી હતી. તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને જિલ્લાના લોકોને આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવી હતી. જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાએ આ પર્વે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, આઝાદીનાં જંગમાં ભારતની આઝાદી માટે બલિદાન આપનારા સેનાનીઓ અને તે પછી દેશની રક્ષા મ...