સોમનાથની રક્ષામાં પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલની વીરગતિ તિથિ પર વિશેષ પૂજન
સોમનાથની રક્ષામાં પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલની વીરગતિ તિથિ પર વિશેષ પૂજન 🔸શ્રી સોમનાથ ટ્રસ્ટ તથા વંશજો અને ક્ષત્રિય સમાજ દ્વારા વીર હમીરજી ગોહિલને અર્ચન કરી ધ્વજા પૂજા કરાઇ ગુજરાત ની વાચા મનિષ કંસારા સોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર જ્યારે વિધર્મી આક્રાંતાઓ દ્વારા આક્રમણ કરવામાં આવ્યું, ત્યારે સોમનાથ થી દુર લાઠી રજવાડાના સૌથી નાના રાજકુમાર હમીરજી ગોહિલ પોતાના સાથીઓ સાથે હજારો નાં સૈન્યનો સામનો કરવા માર્ગમાં મળેલ વીર વેગડાજી ભીલ સાથે મળી, પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર સોમનાથની રક્ષા કાજે પહોંચ્યા હતા. પોતાના જીવની આહુતિ આપીને પણ સોમનાથ મહાદેવની રક્ષા કરવાનો તેમનો અડગ નિશ્ચય તેમની વીરતા અને શિવભક્તિનું સાક્ષાત પ્રમાણ હતું. સોમનાથની રક્ષામાં હમીરજીએ વૈશાખ સુદ નવમીની તિથિ પર વીરગતિ પ્રાપ્ત કરી હતી. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા સોમનાથની રક્ષા કાજે પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલ નાં વંશજો અને ક્ષત્રિય સમાજ સાથે વીર હમીરજી ગોહિલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઇ હતી. મંદિર પરિસરમાં સ્થિત હમીરજી ગોહિલની ...