મહાશિવરાત્રી 2024, સોમનાથમાં જામશે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ, તારીખ 8 માર્ચે સવારે ચાર વાગ્યાથી મહાશિવરાત્રીના પર્વ પર સતત 42 કલાક ખુલ્લું રહેશે સોમનાથ મંદિર
મહાશિવરાત્રી 2024, સોમનાથમાં જામશે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ તારીખ 8 માર્ચે સવારે ચાર વાગ્યાથી મહાશિવરાત્રીના પર્વ પર સતત 42 કલાક ખુલ્લું રહેશે સોમનાથ મંદિર દરિયા કિનારે હજારો ભક્તોને પાર્થિવ શિવલિંગ મહાપુજા, તેમજ સોમનાથ મંદિરમાં ધ્વજા પૂજા સોમેશ્વર મહાપૂજા પાઘ પૂજાનો મળશે લાભ 8 માર્ચે સાંજે 6:30 કલાકે સોમનાથની ઐતિહાસિક ગાથાને ઉજાગર કરતી "જયતું સોમનાથ" સંગીત નાટીકા બનશે યાત્રીઓ માટે આકર્ષણ મહાશિવરાત્રી પર ભક્તો ઘરે બેઠા માત્ર 25₹માં કરી શકશે શ્રી સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા, પોસ્ટ મારફત રુદ્રાક્ષ અને નમન પણ મળશે ગુજરાત ની વાચા મનિષ કંસારા સોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર 42 કલાક સતત ધર્મોત્સવ ઉજવવામાં આવશે. શિવરાત્રી પર્વ પર વર્ષનાં સૌથી વધુ ભક્તો સોમનાથ મંદિરમાં નોંધાતા હોય છે. ગત વર્ષે પણ મહાશિવરાત્રી પર્વ પર બે લાખથી વધુ શ્રદ્ધાળુ હોય સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા હતા. ત્યારે ભાવિકોના મહાસાગરને ધ્યાને લઈ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક મહાશિવરાત્રીની જેમ સવારે 4:00 વાગ્યે સોમનાથ મંદિર ભક્તો માટે ખોલ...